કાનપુરમાં પિતાના આઘાતમાં પુત્રને હાર્ટએટેક, પિતા-પુત્રની સાથે અર્થી ઊઠી

March 24, 2025

કાનપુરમાં પિતાના મોત પર આઘાત લાગતાં પુત્રનું પણ મોત થતાં માહોલ ગમગીન બન્યો હતો. એક જ પરિવારમાં એકસાથે બે જણના મોતથી કાનપુરના ચમનગંજમાં શોકાતુરની લાગણી છવાઈ હતી. પિતાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતી વખતે પુત્ર બાઈક પર પાછળ આવી રહ્યો હતો. ત્યારે પિતાના મોતનું દુઃખ સહન ન થતાં પુત્રને રસ્તામાં જ હાર્ટઅટેક આવ્યો હતો. 

બાળકનો તેના પિતા પ્રત્યેનો આવો પ્રેમ જોઈ સૌ કોઈની આંખો ભીની થઈ હતી. કાનપુરના ચમનગંજના રહેવાસી લઈક અહેમદની તબિયત લથડી હતી. જેના લીધે તેમને પ્રાઈવેટ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર અહેમદના મૃતદેહને ઘરે લાવી રહ્યો હતો. તે સમયે લઈક અહેમદનો પુત્ર અતિક એમ્બ્યુલન્સની પાછળ બાઈક લઈને આવી રહ્યો હતો. પિતાના મોતનો આઘાત લાગતાં અતિકને અચાનક હાર્ટઅટેક આવ્યો અને બાઈક પરથી નીચે પડી ગયો. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.