Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

ભારતે જાપાનને 3-0થી હરાવ્યું, એશિયન ચેમ્પિયનશિપમાં સતત પાંચમી મેચ જીતી

November 18, 2024

સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂકેલા ભારતે રવિવારે એશિયન ચેમ્પિયનશિપમાં જાપાનને 3-0થી હરાવ્યું. આ ભારતનો અંતિમ લીગ રાઉન્ડ મુકાબલો હતો. પાંચ મેચોમાં પાંચ જીત સાથે ભારત સર્વોચ્ચ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જ્યારે ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન (12) બીજા નંબરે છે. ભારતે પહેલા હાફમાં કોઈ ગોલ નહોતો કર્યો અને ત્યારબાદ બીજા હાફમાં ત્રણ ગોલ કર્યા. ટૂર્નામેન્ટની સૌથી વધુ સ્કોર કરનાર દીપિકા (47મી અને 48મી મીનિટ)એ બે ગોલ કર્યો જ્યારે વાઈસ કેપ્ટન નવનીત કૌરે 37મી મીનિટમાં ભારત માટે ગોલ કર્યો. આ પણ વાંચો : ગિલને ફ્રેકચર, રોહિત શર્મા અંગે સસ્પેન્સ: ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં આ બે ખેલાડી કરી શકે છે ડેબ્યૂ ભારત હવે સેમિફાનલમાં આ જ ટીમનો સામનો કરશે. આ મેચ મંગળવારે રમાશે. બીજી સેમિફાઈનલમાં ચીનનો સામનો અંતિમ-ચારની બીજી મેચમાં ત્રીજા સ્થાન પર પહોંચેલા મલેશિયા સાથે થશે. ભારતીય ટીમે આ પહેલા ચાર મેચ રમી છે અને તેણે એકેયમાં હાર નથી મળી. ભારતે પહેલી મેચમાં મલેશિયાને 4-0થી હરાવ્યું હતું. ત્યારબાદ તેમણે કોરિયાને 3-2થી હરાવ્યું. થાઈલેન્ડ વિરૂદ્ધ ભારતને 13-0થી જીત મળી, જ્યારે ગત મેચમાં ચીનને 3-0થી હરાવ્યું. તેમણે ચાર મેચોમાં 12 પોઈન્ટ મેળવ્યા છે. ત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. દિવસ અને અન્ય મેચોમાં મલેશિયાએ થાઈલેન્ડને 2-0થી હરાવ્યું, જ્યારે ચીને દક્ષિણ કોરિયાને સમાન અંતરથી હરાવ્યું.