IND vs ZIM : ભારતનો વિજય... ઝિમ્બાબ્વેને હરાવ્યું
February 26, 2026
આઈસીસી T20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમે ઈતિહાસ રચતા ઝિમ્બાબ્વે સામે 72 રને ભવ્ય વિજય મેળવ્યો છે. સુપર-8 તબક્કાની આ નિર્ણાયક મેચમાં અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાની તોફાની અડધી સદીઓની મદદથી ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 256 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. આ જીત સાથે ભારતે સેમિફાઈનલની રેસમાં મજબૂત વાપસી કરી છે અને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધાર્યું છે. અર્શદીપ સિંહની ત્રણ વિકેટ અને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શને ભારતને આ યાદગાર જીત અપાવી છે.
ભારતીય ઇનિંગ્સમાં સંજુ સેમસને 15 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 30 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 55 રનનું યોગદાન આપ્યું હતું. ઈશાન કિશને 24 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 38 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે માત્ર 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 50 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 16 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને અણનમ 44 રન ઉમેર્યા હતા. આમ, ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 256 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026