T20 વર્લ્ડ કપ 2026: સેમિ ફાઈનલનો જંગ, શું ન્યૂઝીલેન્ડ 19 વર્ષનો ઈતિહાસ બદલી શકશે? કાલે સાઉથ આફ્રિકા સામે ટક્કર
March 03, 2026
T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટની પહેલી સેમિ ફાઈનલ બુધવારે(4 માર્ચ) કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે, જેમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને હશે. આ મુકાબલો માત્ર ફાઈનલની ટિકિટ માટે જ નથી, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમ માટે 19 વર્ષ જૂના ઈતિહાસને બદલવાની મોટી તક છે. બીજી તરફ, ગુરુવારે(5 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઈનલ રમાશે.
સાઉથ આફ્રિકાની ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને નેટ રન રેટમાં પછાડીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી છે. ન્યૂઝીલેન્ડ કેપ્ટન મિચેલ સેન્ટનર સામે સૌથી મોટો પડકાર આંકડાઓનો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ ક્યારેય સાઉથ આફ્રિકાને હરાવી શક્યું નથી. 2007થી 2026 સુધી બંને ટીમો વર્લ્ડ કપમાં 5 વાર ટકરાઈ છે અને પાંચેય વખત આફ્રિકાનો વિજય થયો છે. તાજેતરમાં ચેન્નાઈમાં રમાયેલા ગ્રુપ મેચમાં પણ સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
ઓવરઓલ T20 ઈન્ટરનેશનલ મેચોની વાત કરીએ તો, બંને વચ્ચે રમાયેલી 19 મેચોમાંથી 12 મેચ સાઉથ આફ્રિકાએ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર 7 મેચ જીતી શક્યું છે. એડન માર્કરામની કેપ્ટન્સીમાં આફ્રિકા સતત બીજી વાર ફાઈનલમાં પહોંચવા માટે ફેવરિટ માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે ઈડન ગાર્ડન્સની પીચ પર ન્યૂઝીલેન્ડ ટીમ કોઈ નવી વ્યૂહનીતિ સાથે નવો ઈતિહાસ રચે છે કે પછી આફ્રિકાની જીતનો સિલસિલો યથાવત રહે છે.
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026