ભારતે પાકિસ્તાનમાં 200 કિ.મી. અંદર સુધી 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કરી દીધા
May 10, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાની હાઇસ્પિડ મિસાઇલ પંજાબના એસબેઝ સ્ટેશન પર છોડવામાં આવી હતી, જેને નષ્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોએ પાકિસ્તાનની 6 જગ્યાએ હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ એક-એક કરી પાકિસ્તાનના ખોટા દાવાની પોલી ખોલી હતી.
કર્નલ સોફિયા કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, 'પાકિસ્તાને બોર્ડર પર તેજીથી ગોળીબાર શરૂ રાખ્યો છે. ડ્રોન અને ફાઇટર જેટનો ઉપયોગ કરી નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. ભારતે જવાબી હુમલા કર્યા છે. પાકિસ્તાની સેનાએ અગ્રીમ વિસ્તારમાં સૈનિકોની તૈનાતી વધારી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ કરે છે. ભારતે અત્યાર સુધી સંયમ સાથે પાકિસ્તાની દરેક હરકતોનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેના તણાવ વધારવા નથી ઇચ્છતી પરંતુ શરત એટલી જ છે કે સામે પાકિસ્તાન પણ આવું જ વલણ અપનાવે.'
પાકિસ્તાનના હુમલાનો ભારતે સુનિયોજિત જવાબ રૂપે રડાર સાઇટ, હથિયાર ભંડારને નિશાનો બનાવવામાં આવ્યો છે. જેમાં રફિકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુક્કૂર, ચુનિયાનમાં પાકના સૈન્ય ઠેકાણા પર એર લોન્ચ અને ફાઈટર જેટ પર પ્રહાર કર્યા છે. પરસૂર રડાર સાઇટ અને સિયાલકોટના એવિએશન બેઝને ભારતીય સેનાએ ટાર્ગેટ કર્યું. આ કાર્યવાહી ઓછામાં ઓછા કોલેટ્રલ ડેમેજની સાથે કરવામાં આવી હતી. પાકિસ્તાને લાહોરમાં ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગનો દુરુપયોગ કર્યો જેથી તે પોતાની ગતિવિધિઓને સંતાડી શકે. આવી ચાલને ભારતીય વાયુ પ્રતિરક્ષા તંત્રને વધુમાં વધુ સંયમ સાથે કાર્ય કરવા મજબૂર કર્યું.
Related Articles
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલ...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026