વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું
May 03, 2025

સમગ્ર વિશ્વમા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ ફીડમ એટલે કે મીડિયા સ્વતંત્રતાનો દિવસ ઉજવવામાં આવે છે. શનિવારે આ દિવસની ઉજવણી પૂર્વે વિશ્વના દેશોમાં પ્રેસ ફ્રીડમ એટલે કે પ્રેસની આઝાદી કેટલી છે તેનો એક રિપોર્ટ જાહેર કરાયો છે. વેન્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2025 માં ભારત 180 દેશોમાં 151માં ક્રમે છે. રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર દ્વારા જાહેર કરાયો છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં 159માં ક્રમે હતું. પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સના વર્ષ 2025ના પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની યાદીમાં ઇરીટ્રિયા સૌથી નીચલા સ્તરે જ્યારે નોર્વે સૌથી સારી સ્થિતિમાં પ્રથમ ક્રમે છે. ભુતાન, પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઈન, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, સીરિયા અને ઉત્તર કોરિયાને ભારતથી નીચે રાખવામાં આવ્યા છે. વર્ષ 2021 માં આ યાદીમાં ભારત 142માં ક્રમે હતું, બાદમાં આંક વધતો ગયો અને 2023 માં 161માં ક્રમે પહોંચી ગયું હતું. જોકે બાદમાં થોડો સુધારો થતા ગયા વર્ષે 159 અને હવે 151 પર રખાયું મામૂલી સુધારો થયો છે પરંતુ હજુ પણ તે છે. ભારતની સ્થિતિમાં ગયા વર્ષ કરતા અન્ય દેશોની સરખામણીએ ઘણું જ પાછળ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના અય્તાર સુધીના ઇતિહાસમાં આર્થિક ઇન્ડીકેટર સૌથી નીચલા સ્તર પર છે. વિશ્વભરનું મીડિયા ફન્ડિંગના કાપ સામે ઝઝૂમી રહ્યું છે.
Related Articles
ઓપરેશન સિંદૂર - ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક:PoJKમાં 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો
ઓપરેશન સિંદૂર - ભારતની પાકિસ્તાન પર એરસ્...
May 07, 2025
કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘોડા-ખચ્ચરના મોત
કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘ...
May 06, 2025
પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ચાર મોત, 40 ઘાયલ
પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબક...
May 06, 2025
‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો
‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીન...
May 06, 2025
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણ...
May 06, 2025
જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ
જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત...
May 06, 2025