Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ભારતીય ઈકોનોમી 2031 સુધીમાં સાત ટ્રિલિયન ડૉલરે પહોંચશે : રેટિંગ એજન્સી ક્રિસિલ

November 16, 2024

ભારતીય ઈકોનોમી 2031 સુધીમાં 7 ટ્રિલિયન ડૉલરે પહોંચશે તેવી ધારણા રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2025થી 2031 વચ્ચે મધ્યમ ગાળામાં આર્થિક વિકાસ દર સરેરાશ 6.7 ટકા રહેવાનાં અંદાજ સાથે આ ધારણા વ્યક્ત કરાઈ છે. જે કોરોનાની મહામારી પહેલાનાં દાયકામાં રહેલા 6.6 ટકાનાં ગ્રોથ રેટની સમકક્ષ રહેશે તેવું મનાય છે.

ખાસ કરીને મૂડીખર્ચમાં વધારો તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ થવાને કારણે અર્થતંત્રમાં તેજી આવશે. ક્રિસિલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ રેટ 6.8 ટકા રહી શકે છે. જો કે ઉંચો વ્યાજ દર અને ધિરાણનાં કડક નિયમોને કારણે શહેરી માંગને અસર થઈ શકે છે. વિકાસ માટે ઓછા રાજકીય પ્રોત્સાહનને કારણે ગ્રોથને અસર થઈ શકે છે.

ફુગાવામાં ઘટાડાની સંભાવના
ગ્રાહક ભાવ આધારિત ફુગાવો (CPI) 2024-25માં અગાઉનાં વર્ષનાં 5.4 ટકાથી ઘટીને સરેરાશ 4.5 ટકા રહેશે તેવું માનવામાં આવે છે. ખાસ કરીને ખાદ્ય ફુગાવો ઓછો રહેવાને કારણે ફુગાવો ઘટી શકે છે. ગ્રોથ અને ફુગાવાની ધારણાને હવામાનની અનિશ્ચિતતા તેમજ ભૂભૌગોલિક સ્થિતિ અસર કરી શકે છે. આ વર્ષે ખરીફ મોસમમાં વિવિધ પાકનું વાવેતર વધ્યું છે. અલબત્ત કમોસમી વરસાદ અને ચોમાસામાં પડેલા વધુ વરસાદની અસરો કેટલી રહે તે નક્કી નથી.