Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક્યૂ

June 14, 2026

ઓમાન : ઓમાનના તટ નજીક દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. 14 ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલી એક હોડી અચાનક ડૂબવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ અમેરિકી નૌસેના, ભારતીય નૌસેના અને નજીકથી પસાર થઈ રહેલા એક વેપારી જહાજે સંયુક્ત રીતે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. સમયસર કરાયેલી આ કાર્યવાહીને કારણે તમામ 14 ભારતીયોને લાઈફ રાફ્ટ દ્વારા સુરક્ષિત બચાવી લેવાયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના ઓમાનના રાસ અલ હદ્દથી અંદાજે 80 નોટિકલ માઈલ પૂર્વમાં બની હતી.


મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને આ ઘટનાની સત્તાવાર માહિતી આપી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઓમાનના તટ નજીક અકસ્માતનો ભોગ બનેલી આ હોડી ભારતીય ધ્વજ ધરાવતી એક મિકેનાઇઝ્ડ સેલિંગ બોટ છે, જેનું નામ 'વિરાટ-1' છે. આ બોટ પર 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોવાની માહિતી મળી છે.
નવી સામે આવેલી વિગતો અનુસાર, આ નૌકાના એન્જિનમાં ખામી સર્જાવાના કારણે આખી કટોકટી ઊભી થઈ હતી. બોટમાં ખામી સર્જાતા જ ક્રૂ મેમ્બર્સ આખરે સુરક્ષિત રીતે લાઈફ રાફ્ટમાં સ્થાનાંતરિત થઈ ગયા હતા. હાલમાં ઓમાનના સત્તાધીશોના સંકલન હેઠળ, આસપાસના જહાજો દ્વારા બચાવ અને રાહત કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.