ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું
May 18, 2026
ભારત સરકારે દેશની સ્થાનિક બજારોમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવાના હેતુથી એક મોટો આર્થિક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર, 30 સપ્ટેમ્બર 2026 સુધી તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ અગાઉ ખાંડની નિકાસ પ્રતિબંધિત શ્રેણીમાં હતી અને તેના માટે વિશેષ લાયસન્સની જરૂર પડતી હતી, પરંતુ હવે તેના પર સદંતર રોક લગાવી દેવાઈ છે. ભારતના આ આકરા પગલાની સીધી અને વ્યાપક અસર પડોશી દેશ નેપાળ પર જોવા મળી રહી છે, જ્યાં અત્યારથી જ મીઠાશનું સંકટ ઊભું થવાના અણસાર દેખાઈ રહ્યા છે.
ભારત દ્વારા લેવાયેલા આ નિર્ણયથી નેપાળના વેપારી મહામંડળ અને ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. નેપાળી બજારમાં આગામી મહિનાઓમાં ખાંડની ભારે અછત સર્જાવાનો ડર સતાવી રહ્યો છે. ખાસ કરીને જ્યુસ, બિસ્કિટ, કન્ફેક્શનરી અને ચોકલેટનું મોટા પાયે ઉત્પાદન કરતી ફેક્ટરીઓ માટે આ નિર્ણય મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે આ ઉદ્યોગોમાં ખાંડનો ઉપયોગ મુખ્ય કાચા માલ તરીકે થાય છે. નેપાળી સમાચારની માહિતી પ્રમાણે નેપાળના એક અગ્રણી ઉદ્યોગપતિએ આશંકા વ્યક્ત કરી છે કે આ પ્રતિબંધ લાગુ થયાના આશરે 6 મહિના પછી નેપાળમાં ખાંડની વાસ્તવિક અછત અને કટોકટી શરૂ થઈ જશે. વેપારીઓ અત્યારથી જ સરકારને સવાલ પૂછી રહ્યા છે કે, 6 મહિના પછી આપણી પાસે સ્ટોક ખતમ થઈ જશે ત્યારે આપણે શું કરીશું?
બીજી તરફ, નેપાળ સરકાર અને સ્થાનિક ખાંડ ઉત્પાદક સંગઠનો જનતાને આશ્વાસન આપી રહ્યા છે કે હાલની સ્થિતિમાં દેશ પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી. જો કે, વાસ્તવિક આંકડા કંઈક જુદી જ કહાની બયાન કરે છે. ઉદ્યોગપતિ રાજેન્દ્ર રાઉતના જણાવ્યા અનુસાર, નેપાળમાં ખાંડની કુલ વાર્ષિક માંગ આશરે 2,50,000 ટન જેટલી છે. તેની સામે નેપાળનું સ્થાનિક ઉત્પાદન માત્ર 1,50,000 ટન જ છે. આ સ્થિતિમાં બાકી રહેતી 1,00,000 ટન ખાંડ માટે નેપાળે સંપૂર્ણપણે આયાત પર જ નિર્ભર રહેવું પડે છે, જેનો મોટો હિસ્સો ભારતથી આવતો હતો. જો ભારતનો આ પ્રતિબંધ લાંબો સમય ચાલશે, તો નેપાળના સ્થાનિક ઉદ્યોગોને ટકાવી રાખવા અશક્ય બનશે. કાચા માલની તંગીના કારણે ઉત્પાદન ઠપ થઈ શકે છે, જેની સીધી અસર નેપાળના અર્થતંત્ર અને રોજગારી પર પડશે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026