Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ભારતની ICBM મિસાઈલ અમેરિકા-યુરોપ સુધી નિશાન સાધવા સક્ષમ, પાકિસ્તાન પણ ફફડી ગયું

November 11, 2024

ભારતની સતત વધી રહેલી રક્ષણાત્મક ક્ષમતાઓમાં વિકાસ થઈ રહ્યો છે. ભારતે પોતાના સ્વદેશી બનાવટના હથિયારો વડે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારતમાં નિર્મિત મિસાઈલોને વિશ્વમાં પણ ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં ભારત પાસે ઘણી સ્વદેશી બનાવટની ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો (ICBM) છે, જે એશિયા અને યુરોપના ઘણા ભાગોને નિશાન બનાવી શકે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના ઈસ્લામાબાદની કાયદ-એ-આઝમ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પોલિટિક્સ એન્ડ ઈન્ટરનેશનલ રિલેશન્સમાં એક સરંક્ષણ એક્સપર્ટ પ્રોફેસર ઝફર નવાઝ જસપાલે આ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 'ભારત એક નવી મિસાઈલ સિસ્ટમ "સૂર્યા"ના એક આઈસીબીએમ (ICBM)ને વિકસિત કરવા પર કામ કરી રહ્યું છે, જે અમેરિકા અને બ્રિટન જેવા અનેક પશ્ચિમી દેશોને પણ નિશાન બનાવી શકે છે.' પ્રોફેસર જસપાલે જણાવ્યું કે, આ સૂર્યા ICBMની રેન્જ 10,000થી 12,000 કિલોમીટર સુધી હોઈ શકે છે, તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ભારતની મિસાઈલ ક્ષમતા હવે અમેરિકા સુધી પહોંચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ પ્રકારની મિસાઈલનો વિકાસ પાકિસ્તાન માટે નહીં પરંતુ અમેરિકા, યુરોપ અને રશિયા માટે ચિંતાનું કારણ હોવું જોઈએ. કારણ કે, ભારત પાસે પહેલાથી અનેક મિસાઈલો ઉપલબ્ધ છે જે પાકિસ્તાનના કોઈ પણ ભાગને નિશાન બનાવી શકે છે.  બીજી તરફ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આવા પ્રકારના કોઈપણ 'સૂર્યા ICBM' પ્રોજેક્ટ પર કામ કરવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. DRDOના અધિકારીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું કે, ભારતનું ફોકસ પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવા પર છે, જે માત્ર વ્યૂહાત્મક જરૂરિયાતો અનુસાર છે. જોકે, તેમાં કોઈ નવી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM)નો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.