ફ્રાંસ સઉદીએ રજૂ કરેલા દ્વિ રાજ્ય સિદ્ધાંતને ભારતનો ટેકો
September 13, 2025
- આ કૈં થવાનું નથી, અમેરિકા ગાઝા છોડે તેમ નથી: નિરીક્ષકો
- યુએન મહાસભાએ ઐતિહાસિક ન્યૂયોર્ક ડેકલેરેશન જબ્બર બહુમતિથી પસાર કર્યું: ઇઝરાયલ, અમેરિકાએ વિરોધ કર્યો
યુ.એન : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ ઐતિહાસિક ન્યૂયોર્ક ડેકલેરેશન ૧૪૨ વિરૂદ્ધ ૧૦ મતની જબ્બર બહુમતીથી પસાર કર્યું છે. આ મતદાનમાં ૧૨ દેશો ગેરહાજર રહ્યા હતા. ફ્રાંસ અને સઉદી અરબસ્તાને આ પ્રસ્તાવ મહાસત્તામાં રજૂ કર્યો હતો. વાસ્તવમાં તે ચોથી વખત સુધારા વધારા પછી પ્રસાર કરવામાં આવ્યો હતો. તેમાં નિશ્ચિત સમયમાં પેલેસ્ટાઇનીઓ જે પ્રદેશમાં વસ્યા છે તેમને અલગ અને સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની રજૂઆત કરાઈ છે.
ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ આ ડેકલેરેશનને શાંતિ માટે પાછા ન ફરી શકાય તેવો પંથ કહ્યો છે. હવે, આ પ્રસ્તાવને આખરી રૂપ આપવા તથા સર્વગ્રાહી માનવીય સહાય તત્કાળ મોકલવા અને ગાઝા પટ્ટીમાં રચાનારી પેલેસ્ટાઇની સરકારમાંથી દૂર રાખવા વગેરે મુદ્દાઓ વિષે આગળ ચર્ચા કરવા ૨૨મી સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં અગ્રીમ દેશોની પરિષદ બોલાવવામાં આવી છે. ભારતને પણ તે પરિષદમાં સ્થાન મળવાની શક્યતા છે.
આ ડેકલેરેશનના પાંચ મહત્વના મુદ્દાઓ
૧. ગાઝામાં તત્કાળ યુદ્ધ વિરામ કરવો સાથે તમામ અપહૃતોને હમાસે મુક્ત કરવા.
૨. હમાસનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ કરાવી ભાવિ સરકારમાંથી તેને બાકાત રાખવા.
૩. પેલેસ્ટાઇની સત્તાને સબળ કરવી સાથે ગાઝાનાં પુનનિર્માણ માટે તત્કાળ કાર્યવાહી હાથ ધરવી.
૪. તે વિસ્તારમાં નાગરિકોનાં રક્ષણ તેમ જ શાંતિ જાળવવા ટૂંક સમય પૂરતાં યુએનના તેની નીચે દળો મોકલવાં
૫. સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઇની રાજ્યની રચના કરવા અને ઇઝરાયલના આરબ દેશો સાથે સંબંધો સુધારવા.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026