ભારત-અમેરિકાની મેગા ડીલ: સમુદ્રની અંદર કેબલ નેટવર્ક સુરક્ષિત કરવા નિર્ણય

September 12, 2026

ભારત અને અમેરિકાએ સમુદ્રની નીચે પથરાયેલા સંચાર કેબલોની સુરક્ષા માટે એક નવી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે. 'TRUST' પહેલ હેઠળ બંને દેશો સમુદ્રના પેટાળમાં પથરાયેલા કેબલ નેટવર્કને સાયબર હુમલાઓ, તોડફોડ અને ભૂ-રાજકીય જોખમો સામે વધુ સુરક્ષિત બનાવવા સાથે મળીને કામ કરશે. વિશ્વનો મોટાભાગનો ઈન્ટરનેટ અને આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાફિક આ જ દરિયાઈ કેબલો દ્વારા સંચાલિત થતો હોવાથી આ પહેલ અત્યંત મહત્વની સાબિત થશે, જેનાથી ડિજિટલ અર્થતંત્ર અને વૈશ્વિક સંચાર વ્યવસ્થાને અભૂતપૂર્વ મજબૂતી મળશે.


અમેરિકા અને ભારત વચ્ચે શરૂ કરવામાં આવેલી US-India TRUST પહેલનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે ઊભરતી અને નિર્ણાયક ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવાનો છે.આ પહેલ હેઠળ નીચે મુજબના મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.


ભારતની વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ, ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થા તેમજ AI અને ક્લાઉડ સેવાઓની સતત વધતી માંગને કારણે ભારત ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે 'સબસી કેબલ હબ' બનવાની મોટી ક્ષમતા ધરાવે છે.
ભારત અને અમેરિકાએ વૈશ્વિક અંડરસી કેબલ નેટવર્કને વધુ સુરક્ષિત, મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા માટે પોતાની ભાગીદારી વધારવાનો નિર્ણય લીધો છે. અમેરિકી દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ દરિયાઈ કેબલ વૈશ્વિક ઈન્ટરનેટ, ક્લાઉડ સેવાઓ, ડેટા સેન્ટર અને AI આધારિત અર્થવ્યવસ્થાની મુખ્ય કરોડરજ્જુ છે. બંને દેશો આ નેટવર્કના સંરક્ષણ અને વિસ્તાર માટે સાથે મળીને કામ કરશે.

અમેરિકાનું માનવું છે કે, ભારતની ભૌગોલિક સ્થિતિ, ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થા તેમજ AI અને ક્લાઉડ સેવાઓની સતત વધતી માંગ તેને વૈશ્વિક સ્તરે એક મુખ્ય 'સબસી કેબલ હબ' બનાવી શકે છે. આ સાથે જ બંને દેશો AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર રોકાણ અને આગામી પેઢીની ટેકનોલોજી માટે સપ્લાય ચેઈનને મજબૂત કરવાની દિશામાં એક સંયુક્ત રોડમેપ પણ તૈયાર કરી રહ્યા છે.