IPL 2025: અટકળોનો અંત! હાર્દિક પંડ્યા જ રહેશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન

March 18, 2025

IPL 2025 શરુ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. જેમાં 22 માર્ચે પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. એવામાં IPLની આ સીઝન પહેલા જ મુંબઈની કેપ્ટનશીપ પર એક મોટો સંકેત મળ્યો છે. ફ્રેન્ચાઇઝીએ ગત સિઝનમાં રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે હવે IPLએ X પર એક ફોટો શેર કર્યો છે જેમાં દરેક ટીમના કેપ્ટનને લઈને સસ્પેન્સનો લગભગ અંત આવ્યો છે. IPLએ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તમામ ટીમોના કેપ્ટનની તસવીરો છે. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાનો ચહેરો દેખાઈ રહ્યો છે. પંડ્યાએ ગત સિઝનમાં પણ ટીમની કેપ્ટનશીપ કરી હતી. X પર શેર કરાયેલા આ ફોટો સાથે IPLએ મુંબઈની કેપ્ટનશિપને લઈને મોટો સંકેત આપ્યો છે. પંડ્યા આ સિઝનમાં પણ મુંબઈની કેપ્ટનશિપ કરી શકે છે. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. મુંબઈએ કુલ 14 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેઓએ 4 મેચ જીતી અને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. મુંબઈને 8 પોઈન્ટ મળ્યા હતા.