ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો જવાબ: અમેરિકાના સૈન્ય ઠેકાણા અને જહાજ ઉડાવી નાંખીશું
January 11, 2026
ટ્રમ્પ ભ્રમિત થઈ ગયા છેઃ મોહમ્મદ બાગેર ગાલિબાફ
વોશિંગ્ટન : ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ થઈ રહેલા આંદોલનની વચ્ચે અમેરિકા અને ઈરાનના સંબંધો પણ વણસી રહ્યા છે. અમેરિકા વારંવાર ઈરાનના આંદોલનકારીઓનું સમર્થન કરી રહ્યું છે. ઈરાન પર હુમલાની પણ ધમકી આપવામાં આવી છે. એવામાં ઈરાનની સંસદના સ્પીકરે અમેરિકાને ચેતવણી આપી છે કે અમેરિકા હુમલો કરશે તો ઈરાન ચૂપ નહીં બેસે. ઈઝરાયલથી માંડીને મિડલ ઈસ્ટમાં સ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા કરવામાં આવશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સૈન્ય કાર્યવાહીની ધમકી બાદ ઈરાને જવાબ આપ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો વોશિંગ્ટન ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો અમેરિકા અને ઈઝરાયલ બંને અમારા માટે 'કાયદેસરના નિશાન' બની જશે. આ દરમિયાન ઈરાની સાંસદોએ ડાયસ પાસે ધસી જઈને 'અમેરિકા મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જો અમેરિકા લશ્કરી હુમલો કરશે, તો અમેરિકા અને ઈઝરાયલ તેમના સૈન્ય મથકો, જહાજોને નિશાન બનાવશે. ગાલિબાફે ટ્રમ્પને 'ભ્રમિત' ગણાવતા કહ્યું કે, ઈરાન માત્ર હુમલા બાદ પ્રતિક્રિયા આપવા સુધી મર્યાદિત નહીં રહે. તમે કોઈ જ ખોટી ગણતરી ના કરતા. ઈરાન પર હુમલાની સ્થિતિમાં આ પ્રદેશમાં આવેલા તમામ અમેરિકન સૈન્ય મથકો, બેઝ અને જહાજો સુરક્ષિત નહીં રહે.
Related Articles
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર...
Jun 25, 2026
રાહત માટે નહીં, આતંકવાદ માટે અમેરિકી પૈસા વપરાય છે : મસ્કના દાવાથી હડકંપ
રાહત માટે નહીં, આતંકવાદ માટે અમેરિકી પૈસ...
Jun 25, 2026
હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ યથાવત્! ઓઇલ ટેન્કરોએ શરૂ કર્યો નવો ખેલ
હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ...
Jun 25, 2026
ટ્રમ્પ પર ભરોસો નથી... પાકિસ્તાની 82%, ફ્રાન્સની 84% પ્રજા નારાજ; ભારત સહિત 36 દેશોનો સર્વે
ટ્રમ્પ પર ભરોસો નથી... પાકિસ્તાની 82%, ફ...
Jun 25, 2026
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધા...
Jun 24, 2026
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026