ઈઝરાયલે કરી ભૂલ! ફ્રાન્સની કંપની પર કર્યો બોમ્બમારો, નેતન્યાહુ-મેક્રોન વચ્ચે બોલાચાલી
October 06, 2024

ઈઝરાયલ દ્વારા લેબનોન પર એક પછી એક હુમલો કરી રહ્યુ છે. ત્યારે હવે ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઈઝરાયલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
અહેવાલો અનુસાર, ઈઝરાયલે બેરૂતમાં ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીસ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, કોઈ જાનહાનિની માહિતી બહાર આવી નથી. થોડા દિવસો પહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, 'તમામ સંસ્કારી દેશો ઈઝરાયલ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ. કારણ કે તે ઈરાનની આગેવાની હેઠળની દળો સામે લડે છે.' પરંતુ તેમણે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની હાકલને શરમજનક ગણાવી હતી. શનિવાર (ચોથી ઓક્ટોબર)ના રોજ એક વીડિયો સંદેશ જાહેર કરતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 'આતંકની ધરી એક સાથે ઊભી છે, પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકવાદી ધરીનો વિરોધ કરે છે તેઓ ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.' નેતન્યાહુના આ નિવેદન બાદ તરત જ મેક્રોનની ઓફિસે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, 'ફ્રાન્સ ઈઝરાયલનો મિત્ર છે અને ઈઝરાયલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના સમર્થકો ઈઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલની સાથે ઊભું રહેશે.
Related Articles
અમેરિકામાં CBIએ કરી 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની ધરપકડ, ભારત લવાશે
અમેરિકામાં CBIએ કરી 23 વર્ષથી ફરાર મોનિક...
Jul 09, 2025
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, માત્ર 23.3 લાખ ચૂકવી મેળવી શકાશે ગોલ્ડન વિઝા
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, મ...
Jul 09, 2025
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,060 લોકોના મોત
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,0...
Jul 09, 2025
પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્ટ કરવાની તૈયારી, નેતન્યાહૂ-ટ્રમ્પનો મેગાપ્લાન તૈયાર
પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્...
Jul 08, 2025
દુનિયા બદલાઈ ગઈ, હવે કોઈ શહેનશાહનું રાજ નહીં ચાલે: બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી બાદ બ્રાઝિલનો જવાબ
દુનિયા બદલાઈ ગઈ, હવે કોઈ શહેનશાહનું રાજ...
Jul 08, 2025
અમેરિકાએ જાપાન અને સાઉથ કોરિયા પર 25% ટેરિફ લગાવ્યો, 1 ઓગસ્ટથી થશે લાગુ
અમેરિકાએ જાપાન અને સાઉથ કોરિયા પર 25% ટે...
Jul 08, 2025
Trending NEWS

09 July, 2025

09 July, 2025
09 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025