ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા
May 10, 2025

નવી દિલ્હી : કેશ કાંડમાં સમિતિના રિપોર્ટના આધારે સીજેઆઈ સંજીવ ખન્નાએ ન્યાયાધીશ વર્માને રાજીનામુ આપવા અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિનું સૂચન કર્યુ હતું, પરંતુ ન્યાયાધીશ વર્માએ બંને વાત ફગાવી દઈને હોદ્દા પર રહેવાનો નિર્ણય લીધો. તેના લીધે આ બાબત વધુ ગંભીર બની ગઈ. સુપ્રીમની સમિતિએ રોકડ જપ્તીના કેસમાં જસ્ટિસ વર્મા પર આરોપ લગાવ્યો છે. આના પગલે સીજેઆઈ સંજીવ ખન્નાએ દિલ્હી સ્થિત સરકારી મકાનમાંથી રોકડ મળવાના કેસમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મહત્ત્વનો પત્ર લખ્યો છે. પત્રની સાથે દિલ્હી હાઇકોર્ટે તત્કાલીન અને અલ્હાબાદ હાઇકોર્ટના વર્તમાન જજ યશવંત વર્મા સામે આરોપની તપાસ કરનારી ત્રણ સભ્યોની તપાસ સમિતિનો રિપોર્ટ તથા ન્યાયાધીશ વર્માનો જવાબ બંને જોડવામાં આવ્યા છે. આ પત્રને ઇન-હાઉસ પ્રોસીજર હેઠળ મોકલવામાં આવ્યો છે. આ અંગે માનવામાં આવે છે કે ચીફ જસ્ટિસે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ લાવવાની ભલામણ કેન્દ્રને કરી છે. ન્યાયાધીશને રાજીનામુ આપવાની સલાહ આપવામાં આવી હતી અને તેનું પાલન ન કરવામાં ન આવે તો મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મહાભિયોગ ચલાવવા પત્ર લખે છે. હવે સંસદ ન્યાયાધીશ વર્મા પરના મહાભિયોગ અંગે નિર્ણય લેશે. હવે જો કેન્દ્ર સરકાર ઇચ્છે તો ન્યાયાધીશ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નીમેલી પેનલે પોતાના રિપોર્ટમાં ન્યાયાધીશ વર્માને ત્યાંથી રોકડ મળી આવી હોવાના વાતને સમર્થન આપ્યું છે. ત્રણ સભ્યોની પેનલમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી એસ સંધાવાલિયા અને કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અનુ શિવરામન સામલ હતા. ન્યાયાધીશ વર્માએ પેનલ સમક્ષ તેમના પર મૂકવામાં આવેલા આરોપોનું વારંવાર ખંડન કર્યુ હતુ.
Related Articles
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્ત...
May 31, 2025
અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ
અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત...
May 31, 2025
મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી, મંત્રીએ ફોડ પાડ્યો
મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી...
May 31, 2025
ભારતની કૂટનીતિક જીત: થરૂરની નારાજગી બાદ કોલંબિયાને ભૂલ સમજાઈ, પાકિસ્તાનને આપેલું સમર્થન પાછું ખેંચ્યું
ભારતની કૂટનીતિક જીત: થરૂરની નારાજગી બાદ...
May 31, 2025
કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં પ્રથમ મોત, 60 વર્ષીય મહિલાએ ગુમાવ્યો જીવ
કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં...
May 31, 2025
મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભારે પડી, કેલિફોર્નિયાના દરિયામાં ગુમ માહી પટેલનો મૃતદેહ મળ્યો
મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભ...
May 31, 2025
Trending NEWS

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડ્યુટી ભરવા જનારને દંડ...
31 May, 2025

ટ્રમ્પને મોટો ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર અમેરિકન...
29 May, 2025