કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
August 07, 2026
દિલ્હી : અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રણૌતે મોટો 'યુ-ટર્ન' લીધો છે. જે Gen-Zને તેઓ માંડ 10 દિવસ પહેલાં 'ગટર છાપ' અને 'ગટર જેનરેશન' કહી રહ્યા હતા, હવે તેમને 'રાષ્ટ્રની ધરોહર' અને 'સૌથી મોટી તાકાત' ગણાવી રહ્યા છે.
આ ફેરફાર ત્યારે જોવા મળ્યો જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં Gen-Z અને જેન-આલ્ફા સાથે 1 કલાક સુધી વિસ્તૃત સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે આજના યુવાનો જૂની પેઢી કરતાં પણ વધુ દેશભક્ત અને પ્રામાણિક છે અને સરકારે તેમની વાત સાંભળવી જોઈએ. સંસદ પરિસરમાં જ્યારે પત્રકારોએ કંગના રનૌતને મોહન ભાગવતના નિવેદન અને યુવાનોના વિરોધ પ્રદર્શન અંગે સવાલ પૂછ્યો, ત્યારે તેમણે યુવાનોના વખાણ કર્યા હતા. Gen Z જે છે, તે આપણી સૌથી મોટી તાકાત છે અને અમને અમારી Gen Z પર ગર્વ છે. દેશના યુવાનો અમારી સાથે છે અને તેઓ આપણી સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બનીને ઉભરી રહ્યા છે. Gen Z જે છે તે સરકારનો જ ભાગ છે. તેમનો જ જનાદેશ છે જેના કારણે અમારી સરકાર આટલા વર્ષોથી છે. એવું નથી કે વિરોધ પ્રદર્શન પર 10-15 ગાળો આપનારા જ Gen Z છે, આજે ઝારખંડમાં જે બાળકો બેઠા છે અને પ્રોટેસ્ટ કરી રહ્યા છે, તેમજ જે યુવાનો દેશ માટે મેડલ લાવીને વડાપ્રધાનના નામે સમર્પિત કરે છે તે પણ Gen Z જ છે. માત્ર એક અઠવાડિયા પહેલા કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિદ્યાર્થી આંદોલન અંગે અત્યંત કડક શબ્દોમાં ભડકાઉ પોસ્ટ મૂકી હતી, જેના પર અભિનેતા સોનુ સૂદ સહિત ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
Related Articles
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હરીશ રાવતનો યુ-ટર્ન, કહ્યું - કોંગ્રેસ મારા લોહીમાં
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હ...
Sep 12, 2026
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજ...
Sep 08, 2026
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સં...
Sep 08, 2026
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
Trending NEWS
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026