કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત મુદ્દે હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ

March 21, 2025

સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના બિલ અંગ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જોરદાર હોબાળો કર્યો હતો. આર. અશોકના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ અનામતના બિલની કોપી ફાડીને સ્પીકર તરફ ફેંકી. આ સિવાય હનીટ્રેપ મુદ્દે પણ ધારાસભ્યો સરકારનો વિરોધ કરી રહ્યા હતા. જે બાદ 18 ધારાસભ્યોને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.  કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે ભાજપના 18 ધારાસભ્યોને શિસ્તહીનતા માટે સસ્પેન્ડ કર્યા. આ દરમિયાન માર્શલ બોલાવવાની પણ નોબત આવી ગઈ. ધારાસભ્યોને ટિંગાટોળી કરી ગૃહની બહાર મોકલવામાં આવ્યા. આ ધારાસભ્યો હવે છ મહિના સુધી વિધાનસભા હૉલ, લોબી કે ગેલેરીમાં પ્રવેશી શકશે નહીં. ધારાસભ્યોને સમિતિની ચૂંટણીમાં મતદાન કરવાની અનુમતિ પણ આપવામાં આવશે. તથા છ મહિના સુધી તમામ દૈનિક ભથ્થાં પણ બંધ કરી દેવાશે. કર્ણાટક સરકારના મંત્રી એમ. બી. પાટીલે આ મુદ્દે નિવેદન આપ્યું છે, કે 'સભ્યોનો વ્યવહાર કાયદાકીય રીતે તદ્દન અનુચિત હતો. એવામાં આ કાર્યવાહી 100 ટકા બરોબર છે.