લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી દેશના 7 રાજ્યોમાં રેડ એલર્ટ, 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી
August 01, 2026
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર વિસ્તાર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસું ફરીથી પૂરજોશમાં સક્રિય થવાના પરિણામે ભારતીય હવામાન વિભાગે આજે દેશના 7 રાજ્યોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય દેશના આશરે 15 રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક 75 કિલોમીટરની તીવ્ર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6થી 7 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. અમુક શહેરોમાં મુસળધાર વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પૂરતી સાવચેતી વર્તવા માટે અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આજે અરુણાચલ પ્રદેશના પાપુમ પારે અને લોઅર દિબાંગ વેલી જેવા વિસ્તારો સહિત કુલ 7 રાજ્યોમાં ભયંકર વરસાદને પગલે રેડ એલર્ટ લાગુ કરાયું છે. આ સાથે જ પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ-ગોવા, કર્ણાટક અને કેરળમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ પૂર્વ ઉત્તર પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદી વાતાવરણ રહેવાનું અનુમાન છે.
વરસાદ અને વાવાઝોડાની આ સ્થિતિને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોને આગામી દિવસો દરમિયાન દરિયામાં ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. સાથોસાથ ખેડૂતોને પોતાના ઉભા પાકને નુકસાનથી બચાવવા માટે જરૂરી સુરક્ષાત્મક પગલાં ભરવાની સલાહ અપાઈ છે. દેશની રાજધાની દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો ત્યાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું આકાશ રહેશે. જેમાં સવારે અને બપોરના સમયે હળવા ઝાપટાં પડી શકે છે, જ્યારે સાંજના સમયે દેશના આ પાટનગર વિસ્તારના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026