LSGના 27 કરોડ પાણીમાં... રિષભ પંત જ બન્યો માથાનો દુઃખાવો, બેટિંગ-કેપ્ટન્સીમાં ફ્લોપ
April 28, 2025

IPL 2025માં રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર જીત નોંધાવી અને લખનઉને 54 રનથી હરાવી દીધું. આ મેચમાં ફરી એકવાર રિષભ પંત બેટિંગમાં ફ્લોપ નજર આવ્યો અને બીજી તરફ તેની કેપ્ટન્સી પર પણ સવાલ ઉઠ્યા છે. આ મેચમાં લખનઉની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જ્યારે કેપ્ટન પંતે પોતાની પ્લેઈંગ ઈલેવનનો ઉલ્લેખ કર્યો ત્યારે બધા હેરાન રહી ગયા. પંતે શાર્દુલ ઠાકુરને પડતો મૂક્યો જ્યારે તેના સ્થાને મયંક યાદવને તક આપી. આ ત્યારે થયું જ્યારે શાર્દુલ અત્યાર સુધી LSG માટે 12 વિકેટ લઈ ચૂક્યો છે. બીજી તરફ આ મેચમાં મયંક યાદવે 4 ઓવરમાં 40 રન ખર્ચ્યા. જોકે, તેને બે સફળતા પણ મળી. પરંતુ શાર્દુલ બોલિંગની સાથે બેટિંગનો પણ વિકલ્પ આપે છે. બીજી તરફ પંત પોતાના બેટિંગ ક્રમને જ નથી સમજી શકતો. છેલ્લી મેચમાં જ્યારે લખનઉને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, ત્યારે તે છેલ્લા બે બોલ પર બેટિંગ કરવા આવ્યો હતો. તેની આટલા નીચા બેટિંગ ક્રમ પર પણ સવાલો ઉઠ્યા હતા. બીજી તરફ હવે આ મેચમાં તે શરૂઆતમાં બેટિંગ કરવા આવ્યો હતો. ત્યારે લખનઉ સારી સ્થિતિમાં હતું. પરંતુ પંતે ફરી એકવાર વિચિત્ર શોટના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી, જ્યારે તે સમય લઈ શકતો હતો. મુંબઈએ પહેલા બેટિંગ કરીને લખનઉને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં જ્યારે લખનઉ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરી તો તેની શરૂઆત સારી હતી. લખનઉએ 6 ઓવરમાં 60 રન બનાવ્યા હતા અને બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પંત બેટિંગ કરવા આવ્યો. તેણે પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો પરંતુ બીજા બોલ પર, તે એક વિચિત્ર શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગયો. 27 કરોડની મોટી કિંમત અને ટીમનો ભાર ઉઠાવનાર ખેલાડી પાસેથી આવા નબળા સમયે આવો શોટ રમવાની અપેક્ષા નહોતી.
Related Articles
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025