'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાયો, VIP લોકોને ખાસ સુવિધા અપાઈ રહી છે', CM મમતા બેનર્જીની ટિપ્પણી
February 18, 2025
પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની નાસભાગની ઘટનાઓનો હવાલો આપતાં મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં બદલાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે.' ન માત્ર મમતા બેનર્જી પરંતુ વિપક્ષના ઘણા નેતાએ મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી પર નિશાન સાધ્યું છે અને અવ્યવસ્થાનો આરોપ લગાવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'તમારે આ પ્રકારના મોટા આયોજનનું પ્લાનિંગ કરવું જોઈતું હતું. નાસભાગની ઘટના બાદ કેટલા પંચ કુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તે કહેશે કે લોકોના મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયા અને તેમને વળતર આપવામાં આવશે નહીં.'
તેમણે વધુમાં કહ્યું કે, 'તમે દેશને વહેંચવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યાં કેમ કે તમે ડેથ સર્ટિફિકેટ કર્યાં વિના મૃતદેહો મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળે.' આ અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, 'શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ બાદ કુંબ આવવાનો ઉલ્લેખ નથી, જો છે તો આ લોકો જણાવે.'
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, 'સરકારના રૂપિયાનો દુરુપયોગ પીઆર માટે કરવામાં આવ્યો છે. આવી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. અવ્યવસ્થાઓની બોલબાલા છે. સરકાર સનાતન ધર્મનો દેખાવો કરીને લોકોની આસ્થાની સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક હેતું જનતાના વિશ્વાસને તોડવાનો છે. આ લોકોનો આસ્થા સાથે કોઈ સંબંધ નથી.'
Related Articles
આસામમાં પૂરને કારણે 2.12 લાખથી વધુ લોકો સંકટમાં, મૃત્યુઆંક વધીને 80
આસામમાં પૂરને કારણે 2.12 લાખથી વધુ લોકો...
Jul 31, 2026
દિલ્હી રમખાણો: IB ઓફિસર અંકિત શર્મા હત્યા કેસમાં પૂર્વ આપ કોર્પોરેટર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ
દિલ્હી રમખાણો: IB ઓફિસર અંકિત શર્મા હત્ય...
Jul 31, 2026
વંદે માતરમને પણ રાષ્ટ્રગાનની જેમ કાયદાનું રક્ષણ, અપમાન કરનારાને થશે જેલ
વંદે માતરમને પણ રાષ્ટ્રગાનની જેમ કાયદાનુ...
Jul 31, 2026
ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જોઈએ ઃ સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવ...
Jul 31, 2026
મોદી અંગે અપશબ્દો વાપરનાર યુવતીના બચાવમાં CJP,કહ્યું ગાળો બોલવી એ કોઈ અપરાધ નથી
મોદી અંગે અપશબ્દો વાપરનાર યુવતીના બચાવમા...
Jul 31, 2026
પેલેટ ગનનો ઉપયોગ કરવાની SOP શું છે? વિદ્યાર્થી આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટનો સરકારથી સવાલ
પેલેટ ગનનો ઉપયોગ કરવાની SOP શું છે? વિદ્...
Jul 30, 2026
Trending NEWS
30 July, 2026
30 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026