'નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવા એ મનમોહન સિંહનું અપમાન : રાહુલ ગાંધી
December 28, 2024
દિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા. શનિવારે કોંગ્રેસ મુખ્યાલયથી નિગમબોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેમના અંતિમ સંસ્કાર નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ વડાપ્રધાનના સન્માનની પરંપરાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત માતાના મહાન સપૂત અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે નિગમબોધ ઘાટ પર કરાવીને વર્તમાન સરકાર દ્વારા સરાસર અપમાન કર્યું છે. તેઓ એક દાયકા સુધી દેશના વડાપ્રધાન પદ પર રહ્યા હતા, તેમના સમય દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ આજે પણ દેશના ગરીબ અને પછાત વર્ગ માટે આશરો બની રહી છે.
અત્યાર સુધી તમામ પૂર્વ વડાપ્રધાનોની ગરિમાને માન-સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થળો પર કરવામાં આવ્યા હતા. જેથી દરેક વ્યક્તિ સરળતાથી શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ આપણા સર્વોચ્ચ સન્માન અને સમાધિના હકદાર છે. દેશના આ મહાન સપૂત અને તેના ગૌરવશાળી સમુદાય પ્રત્યે સરકારે આદર દાખવવો જોઈતો હતો.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026