લંડનના લિવરપૂલમાં કાર ચાલકે ભીડ પર કાર ચડાવી દેતા અનેક લોકો ઘાયલ
May 27, 2025

લંડનના લિવરપૂલ શહેરમાંથી એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પ્રીમિયર લીગ ચેમ્પિયનશિપ પછી ફૂટબોલ ચાહકો રસ્તાઓ પર વિજયની ઉજવણી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન, ભીડમાંથી અચાનક એક માણસ કાર લઈને આવ્યો. તેણે ભીડમાં રહેલા લોકો પર કાર ચડાવી દીધી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. જોકે, પોલીસે ભીડ પર કાર ચડાવનાર આરોપીની ધરપકડ કરી છે.
હકીકતમાં, લિવરપૂલ પોલીસે જણાવ્યું હતું કે શહેરની ફૂટબોલ ટીમે પ્રીમિયર લીગ ચેમ્પિયનશિપ જીતી છે. આ પછી લોકો રસ્તાઓ પર ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન, એક કાર લોકોના ટોળામાં ઘૂસી ગઈ. જોકે, કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. મર્સીસાઇડ પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકોને માર મારવાના અહેવાલોની તપાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. તેમાં, એક ગ્રે મિનિવાન બેદરકારીપૂર્વક લોકોના ટોળામાં હંકારીને એક રાહદારીને ટક્કર મારતી જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ, એક કારને રોકી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
Related Articles
હોંગકોંગ અને ચીનમાં કોરોનાની એન્ટ્રી પછી યુએસમાં નવા વેરિએન્ટ એનબી ૧.૮.૧ ની વૃધ્ધિ
હોંગકોંગ અને ચીનમાં કોરોનાની એન્ટ્રી પછી...
May 27, 2025
યુક્રેને પ્રમુખ પુતિન પર ડ્રોનથી હુમલો કર્યો : રશિયન કમાન્ડર
યુક્રેને પ્રમુખ પુતિન પર ડ્રોનથી હુમલો ક...
May 27, 2025
ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાનો સેટેલાઇટ ડેટામાં ઘટસ્ફોટ
ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું...
May 27, 2025
બ્રિટનમાં પરેડ દરમિયાન કારચાલકે અનેક લોકોને કચડ્યા, જીતની ઉજવણી કરી રહ્યા હતા હજારો ફૂટબોલ ફેન્સ
બ્રિટનમાં પરેડ દરમિયાન કારચાલકે અનેક લોક...
May 27, 2025
હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સાથે જોડતા કોરિડોરને સેનાનું રેડ સિગ્નલ
હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સ...
May 27, 2025
ઈઝરાયલે ગાઝામાં શાળામાં રહેતા શરણાર્થીઓ પર કર્યો હુમલો, 30ના મોત
ઈઝરાયલે ગાઝામાં શાળામાં રહેતા શરણાર્થીઓ...
May 26, 2025
Trending NEWS

27 May, 2025

27 May, 2025