સરકારના કડક વલણ બાદ મેટાનો નિર્ણય, બાળ યૌન શોષણના કેસ ભારતીય એજન્સીઓને રિપોર્ટ કરશે
September 15, 2026
બાળકોની ઓનલાઇન સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હાનિકારક કન્ટેન્ટને રોકવા માટે કેન્દ્ર સરકારના કડક વલણ બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પિતૃ સંસ્થા મેટાએ એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ સરકારને ખાતરી આપી છે કે બાળ યૌન શોષણ અને બાળકોની સુરક્ષાને લગતા તમામ સંવેદનશીલ કેસોની સીધી જાણ હવે ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓને કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, મેટા દ્વારા આ અંગે મંત્રાલયને સત્તાવાર પત્ર પાઠવીને જાણ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોના માધ્યમથી બાળ યૌન શોષણને લગતી સામગ્રી અને એપ્સને પ્રમોટ કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા હતા. આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા મેટા ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ મોકલીને ખુલાસો માંગવામાં આવ્યો હતો. ટેક ટ્રાન્સપરન્સી પ્રોજેક્ટના એક સંશોધન રિપોર્ટમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મેટાના પ્લેટફોર્મ પર 300 થી વધુ એવી પેઇડ જાહેરાતો ચાલી રહી હતી જેમાં એઆઈ દ્વારા વિકૃત કરાયેલી બાળકોની અશ્લીલ છબીઓ દર્શાવાઈ હતી. જોકે, આ રિપોર્ટ બાદ કંપનીએ મોટા પાયે આવી જાહેરાતો હટાવી લીધી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સોમવારે મેટા દ્વારા કેરળના મુખ્યમંત્રી વી. ડી. સતીશનનો એક વાયરલ એઆઈ ડીપફેક વીડિયો ભારતમાં પ્રતિબંધિત કરી દેવાયો છે. આ વીડિયોમાં તેઓ KSEB અધિકારીઓ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા. ભારતમાં બ્લોક કરવામાં આવ્યો તે પહેલાં આ વીડિયોને 1.78 કરોડથી વધુ વ્યુઝ મળી ચૂક્યા હતા. ભારત સિવાય અન્ય દેશોમાં આ વીડિયો હજુ પણ જોઈ શકાય છે.
આ વીડિયો બનાવનાર ક્રિએટર્સે એવું જણાવ્યું છે કે મેટાએ સરકારી નોટિસના આધારે આ પગલું ભર્યું છે. બીજી તરફ, ખુદ મુખ્યમંત્રી સતીશને આ વીડિયોની રમૂજ માણી હતી પરંતુ સાથે જ એઆઈ કન્ટેન્ટના કાયદાકીય પાસાઓ પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ક્રિએટર્સ એવું માની રહ્યા છે કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ વીડિયો હટાવવાની કોઈ માંગણી કરવામાં આવી નહોતી. અગાઉ મેટા દ્વારા આવા વીડિયો દૂર થવા પાછળ ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026