ભારત સાથે મિત્રતાની તરફેણ કરતા માઇક વૉલ્ટ્ઝને NSA બનાવશે ટ્રમ્પ, ચીનનું ટેન્શન વધી ગયું
November 12, 2024
અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત નોંધાવી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે-ધીમે પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. જેમાં તેઓએ માઇક વૉલ્ટ્ઝને પોતાના રાષ્ટ્રીય સલાહકાર બનાવ્યા છે. અમેરિકન સેનેટમાં ઈન્ડિયા ફૉક્સના પ્રમુખ વૉલ્ટઝ અમેરિકાની મજબૂત ડિફેન્સ સ્ટ્રેટેજીની વકાલત કરે છે. તે દેશની સુરક્ષાને મજબૂત કરવાના ટ્રમ્પના દાવાની હિમાયત કરે છે. માઇક વૉલ્ટ્ઝ રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
માઇક વોલ્ટ્ઝે 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન કેપિટલ હિલમાં પોતાના ઐતિહાસિક ભાષણની વ્યવસ્થા કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે, સેનેટના ઈન્ડિયા કૉકસમાં કુલ 40 સભ્યો છે. તેની રચના 2004માં ન્યૂયોર્કના તત્કાલિન સેનેટર હિલેરી ક્લિન્ટન અને સેનેટર જ્હોન કૉર્નિન દ્વારા કરવામાં આવી હતી. આ સેનેટનું સૌથી મોટું કૉકસ છે.
વોલ્ટ્ઝ રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેન સરકારના અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને હટાવવાના નિર્ણયની આકરી ટીકા કરતા રહ્યાં છે. તેમની સંભવિત નિમણૂકથી અમેરિકાના ચીન પ્રત્યેના વલણમાં મોટો ફેરફાર થઈ શકે છે. 50 વર્ષીય માઇક આર્મી નેશનલ ગાર્ડના નિવૃત્ત અધિકારી છે. તેઓ ત્રણ વખત સંસદમાં ફ્લોરિડાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તે હાઉસ આર્મ્ડ સર્વિસિઝ સબકમિટીના ચેરમેન રહી ચુક્યા છે. સાથે જ ગૃહની વિદેશ મામલાની સમિતિના પણ સભ્ય રહી ચુક્યા છે.
માઇક પાસે મિલિટ્રી વેટેરન તરીકે બહોળો અનુભવ છે. તેઓએ વર્જીનિયા મિલિટ્રી ઇન્સ્ટીટ્યૂટથી ગ્રેજ્યુએશન કર્યું છે અને ફ્લોરિડા ગાર્ડ સાથે જોડાતા પહેલાં ચાર વર્ષો સુધી સેનામાં સેવા આપી હતી. માઇક અફઘાનિસ્તાન, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં યુદ્ધના મોરચા પર જઈ ચુક્યા છે. તે પેંટાગનમાં નીતિ સલાહકારના રૂપે પણ સેવા આપી ચુક્યા છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026