જૌહર યુનિવર્સિટીમાં કાળા નાણાના વાપર્યાની શંકાએ સપા નેતા આઝમ ખાનના 10થી વધુ ઠેકાણે ઈડાના દરોડા
August 19, 2026
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના અનેક ઠેકાણાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ઈડીની આ કાર્યવાહી જૌહર યુનિવર્સિટીના નિર્માણમાં કાળા નાણાના કથિત ઉપયોગને લઈને નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા અનેક ડઝન કેસોની યાદી ઈડી સાથે શેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જૌહર યુનિવર્સિટી અને તેની સાથે જોડાયેલા ટ્રસ્ટ પર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઝમ ખાનના રામપુર, સહારનપુર અને દિલ્હી સહિત કુલ 10 ઠેકાણાઓ પર ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ એજન્સીની ટીમો વિવિધ સ્થળોએ દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓની તપાસ કરી રહી છે.
ઈડી દ્વારા આ દરોડાની કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીની ટીમો આઝમ ખાનના નાણાકીય વ્યવહારો, નાણાકીય ગેરરીતિઓ અને શંકાસ્પદ ફંડિંગની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરી રહી છે.
ઈડીની ટીમોએ મુખ્યત્વે આઝમ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ મૌલાના મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી અને તેની સાથે જોડાયેલા મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટના પરિસરો તથા તેના હોદ્દેદારોના રામપુર સ્થિત નિવાસસ્થાનો પર તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જૌહર યુનિવર્સિટી પરિસરમાં પણ કેન્દ્રીય સુરક્ષા દળોની હાજરી વચ્ચે દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026