બિહારમાં તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાં 20 જ મિનિટમાં 25 કરોડથી વધુના દાગીનાની લૂંટ

March 11, 2025

ફરી એકવાર બિહારમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે.  ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં 8 લૂંટારૂઓ ઘુસ્યા અને લૂંટને અંજામ આપ્યો.  તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાંથી લૂંટારૂઓએ ધોળા દિવસે દાગીના લૂંટીને આખો શો રૂમ ખાલી કરાવ્યો. હથિયારો લઇને તમામ ઘૂસ્યા હતા. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી દીધા.  માત્ર 20 મિનિટમાં 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના લૂંટી લીધા હતા.  

પોલીસે શોરૂમમાંથી સીસીટીવી કબજે કર્યા છે. આમાં, ગુનેગારોને 20 મિનિટ માટે શોરૂમની અંદર જોવા મળે છે અને તે સમય દરમિયાન તેઓ 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના દાગીના લૂંટી લે છે. પોલીસે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી છે. સીસીટીવી જોયા બાદ, પોલીસની બે ટીમોએ ડાયરા વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી દીધુ છે. લૂંટ કરી ભાગી રહેલા બે લૂંટારુને વાગી ગોળી વાગી હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર સવારે તનિષ્ક શોરૂમ ખુલતાની સાથે જ બે બદમાશો ગ્રાહકોના વેશમાં અંદર ઘૂસી ગયા. આ ગુનેગારો અંદર પ્રવેશતા જ તેમણે બંદૂકની અણીએ ત્યાં હાજર સુરક્ષા ગાર્ડને બંધક બનાવી લીધો. આ દરમિયાન વધુ ત્રણ ગુનેગારો અંદર ઘૂસી ગયા. આ બદમાશોએ શોરૂમમાં હાજર સેલ્સમેન અને અન્ય કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા અને એક જગ્યાએ ઉભા રાખ્યા. આ પછી, બાકીના ગુનેગારોએ શોરૂમમાં હાજર ઘરેણાં એકઠા કરવાનું શરૂ કર્યું.