માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારવાની મળી ધમકી

October 29, 2024

હાલ જ્યાં જુઓ ત્યાં અભિનવ અરોરાના સમાચાર છવાયેલા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનવને ખુબજ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ માટે સાત યુ-ટ્યુબર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ હવે અભિનવની માતાએ પોલીસમાં કેસ દાખલ કર્યો છે કે તેના પુત્રને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનવની માતા જ્યોતિ અરોરાએ આ અંગે મથુરા કોતવાલી પોલીસમાં કેસ દાખલ કર્યો છે. અભિનવની માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અભિનવ અરોરાની માતાએ મથુરા કોતવાલીના એસએચઓને સંબોધીને ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે લખ્યું છે કે, "સર, મારા પુત્ર અભિનવ અરોરાને શરૂઆતથી 7 યુટ્યુબર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે સોમવારે તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી પણ મળી હતી. તેણે પોલીસને તે નંબર પણ આપ્યો છે જેના દ્વારા અભિનવ અરોરાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

અગાઉ, સાત યુટ્યુબરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ સોશિયલ મીડિયા પર અભિનવને બદનામ કરે છે. અભિનવની માતાએ મથુરાના SSPને સાત યુટ્યુબર્સ અને અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં કહ્યું છે કે આરોપીઓએ અભિનવ અરોરાને બદનામ કરવા અને હેરાન કરવાના ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ કર્યું છે.