મસ્કનું મગજ ખરાબ, હું વાત કરવાના મૂડમાં નથી: ટ્રમ્પ
June 06, 2025
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી અમિર વ્યક્તિ એલન મસ્કના ગાઢ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. એક સમય બંને એકબીજાના ભરપૂર વખાણ કરતા હતા, જોકે હવે બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, મને તેમની સાથે વાતચીત કરવાનું મન થતું નથી. ટ્રમ્પે શુક્રવારે સવારે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્ક મારી સાથે વાત કરવા માંગે છે, પરંતુ હું વાતચીત કરવા માટે તૈયાર નથી.
ઈન્ટરવ્યૂ દરમિયાન મસ્ક સાથે શેડ્યૂલ કરાયેલી બેઠક અંગે ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘તમારો મતલબ છે, તે વ્યક્તિ, જેનું મગજ ખરાબ થઈ ગયું છે?’ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, તેઓ તેમની સાથે વાત કરવા માટે વિશેષરૂપે ઈચ્છુક નથી. વાસ્તવમાં ટ્રમ્પ અને મસ્ક વચ્ચે એક બિલના કારણે વિવાદ ઉભો થયો છે. વન બિગ બ્યૂટીફુલ બિલ એક્ટના કારણે મસ્ક ટ્રમ્પથી નારાજ થઈ ગયા છે.
વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ વન બિગ, બ્યુટીફૂલ બિલ’ લઈને આવ્યા, જે મસ્કના આર્થિક સામ્રાજ્યને પ્રતિકૂળ અસર કરે એવું હોવાથી મસ્ક ભડક્યા. આ બિલમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ નાબૂદ કરાઈ હતી, જેની સીધી અસર મસ્કના ટેસ્લાના વેચાણ પર પડે એમ છે. તેથી મસ્કે એ બિલને વિનાશક ગણાવીને પહેલા તો શાંતિપૂર્વક વિરોધ કર્યો, પણ જ્યારે એ કામ ન લાગ્યો ત્યારે તેઓ ખુલ્લેઆમ એમના વિરુદ્ધ બોલવા લાગ્યા. આમ થતાં બંને વચ્ચે ખટરાગ સર્જાયો અને મસ્કે એમને ટ્રમ્પ વહીવટી તંત્રમાં સોંપાયેલી જવાબદારીઓથી છેડો ફાડી લીધો.
Related Articles
PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, એક જ કારમાં વડાપ્રધાન આવાસ પહોંચ્યા
PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનન...
Dec 05, 2025
મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા
મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 નવા કેસ,...
Dec 04, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા, સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી...
Dec 04, 2025
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટર પર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા...
Dec 02, 2025
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સનો પ્રસ્તાવ 78 ટકા મતથી ફગાવાયો
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સ...
Dec 02, 2025
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હેઠળ ઈમરાન સમર્થકોનો કાફલો રાવલપિંડી રવાના
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હ...
Dec 02, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025