NASA અને ISROનું શક્તિશાળી સેટેલાઈટ નિસાર લોન્ચિંગ માટે તૈયાર
November 12, 2024
ISRO અને NASAના સંયુક્ત મિશન NISARને લઈને એક નવી અપડેટ સામે આવી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ માહિતી આપી છે કે તે વર્ષ 2025ની શરૂઆતમાં NISAR સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ વિશ્વનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ હશે, જે વિશ્વભરમાં આવતી કુદરતી આફતો પર નજર રાખશે.
અવકાશમાં તૈનાત કર્યા બાદ આ ઉપગ્રહ ભૂકંપ, વરસાદ, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાન, વીજળી પડવા, જ્વાળામુખી ફાટવા અને ટેકટોનિક પ્લેટોની હિલચાલ પર નજર રાખશે અને કુદરતી ઘટનાઓ પહેલા એલર્ટ પણ મોકલી દેશે, જેથી આવી તમામ આફતો પહેલા વધુ નુકસાન થતાં અટકાવી શકાય છે. ISRO અને NASAએ સંયુક્ત રીતે આ સેટેલાઈટ બનાવ્યો છે. નાસાના જણાવ્યા મુજબ, આ સેટેલાઈટથી મળેલા ડેટાથી ભૂકંપ, જ્વાળામુખી ફાટવા, ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિની ઘટનાઓને સમજવામાં મોટી મદદ મળશે.
કેવી રીતે કામ કરશે NISAR સેટેલાઈટ ?
નાસાની વેબસાઈટ પર આ મિશન સંબંધિત તમામ વિગતવાર માહિતી આપવામાં આવી છે. જે મુજબ NISAR સેટેલાઈટ પૃથ્વીના સમગ્ર હિસ્સા પર પણ બરફથી ઢંકાયેલી જમીન પર નજર રાખશે. તે દર 12 દિવસમાં બે વાર માપ લેશે અને પ્રાપ્ત ડેટાથી સંશોધકોને સમય સાથે પૃથ્વીની સપાટી કેવી રીતે બદલાઈ રહી છે તેની માહિતી મળશે. દક્ષિણ કેરોલિનામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં NISAR એપ્લીકેશનના લીડ કેથલીન જોન્સનું કહેવું છે કે 'આના જેવી નિયમિત દેખરેખથી આપણને એ જોવા મળશે કે પૃથ્વીની સપાટી સમગ્ર ગ્રહ પર કેવી રીતે ફરે છે.
ભારતમાંથી લોન્ચ થશે આ સેટેલાઈટ
નાસાએ જણાવ્યું છે કે આ સેટેલાઈટ 2025ની શરૂઆતમાં ભારતમાંથી લોન્ચ કરવામાં આવશે. તેને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી GSLV-MK2 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. તેનું એસ-બેન્ડ અમદાવાદમાં ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં વિકસાવવામાં આવ્યું છે. તેની એલ-બેન્ડ અને સ્પેસક્રાફ્ટ બસ નાસા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સિવાય NASAએ NISAR સેટેલાઈટ માટે ડેટા રેકોર્ડર, GPS અને પેલોડ ડેટા સબ-સિસ્ટમ જેવા મહત્વના સાધનો બનાવ્યા છે.
Related Articles
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026