છત્તીસગઢના નારાયણપુરમાં સેનાનું નક્સલી ઓપરેશન, 20 નક્સલી ઠાર

May 21, 2025

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ સાથે અથડામણ થયુ હોવાનું સામે આવ્યું છે.  સવારે ડીઆરજી/બીએસએફની સંયુક્ત પોલીસ ટુકડી અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. જેમાં 20 નક્સલીઓ ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે. તેઓ પાસેથી એકે-47 જેવા આધુનિક હથિયારો પણ મળી આવ્યા છે.ડીઆરજી સૈનિકો અબુઝહમાદમાં સતત કામગીરી કરી રહ્યા છે. 

અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં 20 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધુ વધી શકે છે. નારાયણપુર, બીજાપુર અને દાંતેવાડામાં નક્સલીઓ અને ડીઆરજી જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે. સવારથી જ માડ વિસ્તારમાં ગોળીબાર ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે DRG સૈનિકોએ મોટા નક્સલી નેતાઓને ઘેરી લીધા છે.