Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં

June 02, 2025

ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961 થઈ ગયા છે. જેમાં કેરળમાં સૌથી વધારે 1435 કેસ સામે આવ્યા છે. જોકે, મહારાષ્ટ્ર 506 કેસ સાથે બીજા નંબર પર છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના આંકડા અનુસાર, સોમવાર (2 જૂન) સુધી 24 કલાકમાં 370 નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથનનું કહેવું છે કે, વધતા કેસના કારણે ડરવાની જરૂર નથી. જણાવી દઈએ કે, એશિયાના અનેક દેશોમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે, મોટાભાગના કેસ વધુ ગંભીર નથી. પરંતુ, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ રહી છે અને જે વૃદ્ધ છે, તેવા વ્યક્તિને કોવિડ-19નો સૌથી વધુ રિસ્ક છે. આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે, કોવિડ-19 રસીનો બુસ્ટર ડોઝ જરૂર લેવો જોઈએ. આ વધારો ખાસ કરીને કોરોના વાઈરસ ઓમિક્રોન વેરિયન્ટમાં થઈ રહ્યા છે. એશિયાના દેશોમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ જે વેરિયન્ટની સિક્વન્સ કરી છે, તે LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સીરિઝના છે. જાણકારો અનુસાર, JN.1 વેરિયન્ટ વઘુ સંક્રામક છે અને રોગપ્રતિકારક શક્તિને માત આપી દે છે. JN.1 વેરિયન્ટ ઓમિક્રોનનું જ એક રૂપ છે. તેથી, કોવિડની રસી આ વાઈરસ સામે રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. 
WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની અને એમએસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ સૌમ્યા સ્વામીનાથને પણ કોરોનાના નવા કેસ પર પ્રતિક્રિયા આપી છે. ગત થોડા વર્ષોમાં લોકોએ રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરી છે, જેના કારણે કોવિડથી ડરવાની જરૂર નથી.