ઇરાન પર નવી આફતના ઓળા, દેશમાં એલર્ટ જાહેર, ઇઝરાયેલી હુમલાની શંકા
February 26, 2025
ઇરાનને ભય છે કે અમેરિકા અને ઇઝરાયેલ ભેગા મળીને તેની પર હુમલો કરી શકે છે અને તેથી જ તેણે પોતાના પરમાણુ ઠેકાણાઓની સુરક્ષા વધારી દીધી છે. બ્રિટિશ અખબાર અનુસાર ઇરાન પોતાના મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી રહ્યું છે અને સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ લગાવી રહ્યું છે.
અમેરિકન જાસૂસી એજન્સીઓએ પહેલા જ બાઇડેન અને ટ્રમ્પ સરકારને ચેતવણી આપી હતી કે ઇઝરાયેલ ઇરાન પર હુમલો કર શકે છે. સૂત્રોના અનુસાર ઇરાન છેલ્લા એક વર્ષથી પોતાના પરમાણુ ઠેકાણાઓને મજબૂત બનાવી રહ્યું છે, ખાસ કરીને ત્યારથી જ્યારથી ઇઝરાયેલે તેની પર હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇરાન પ્રત્યેક રાત્રી હુમલાના ભય વચ્ચે ગાળી રહ્યું છે અને દેશમાં સર્વત્ર એલર્ટ જાહેર કરાયેલું છે.
ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયેલ અમેરિકાની મદદથી ઇરાનને પાઠ શીખવશે. સાત ઓક્ટોબર 2023ના રોજ પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા હુમલા બાદથી ઇઝરાયેલ ગાઝામાં ઇરાન સમર્થિત હમાસ અને લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. તેણે સાથે જ યમન અને ઇરાકમાં આવેલા ઇરાન સમર્થિત જૂથોના હુમલાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. નેતાન્યાહૂએ કહ્યું હતું કે ઇરાનથી રહેલા ખતરા સામે લડવામાં ઇઝરાયેલ અને અમેરિકા સાથે છે.
Related Articles
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026