LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું

March 22, 2026

દિલ્હી ઃ દેશમાં એલપીજી સંકટ વચ્ચે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ટેક્સાસથી એલપીજી ટેન્કર લઈને નિકળેલું પાયક્સિસ પાયોનિયર (Pyxis Pioneer) ટેન્કર મેંગલુરુ પોર્ટ પર પહોંચ્યા બાદ હવે રશિયન એક્વા ટાઈટન જહાજ ક્રૂડ ઓઈલના ટેન્કરો પણ ન્યૂ મેંગલુરુ પોર્ટ પર પહોંચી ગયા છે.  આગામી સપ્તાહે વધુ બે એલપીજી કાર્ગો શિપ ભારત આવવાના છે. આમાંથી એપોલો ઓસિયન નામનું ટેન્કરમાં લગભગ 26687 ટન ગેસ લઈને 25 માર્ચે ભારત આવશે. આ ગેસથી ઈન્ડિયન ઑઈલ અને ભારત પેટ્રોલિયમ પોતાની જરૂરીયાત પુરી કરશે. આ ઉપરાંત વધુ એક 30,000 ટન ગેસ ભરેલું ટેન્કર 29 માર્ચે ભારત આવશે. આ ગેસથી HPCL પોતાની જરૂરીયાત પુરી કરશે. એટલે કે આગામી સપ્તાહે મેંગલુરુમાં 72700 ટનથી વધુ રસોઈ ગેસ પહોંચી જશે. આ ગેસ ઈન્ડિયન ઑઈલ, ભારત પેટ્રોલિયમ અને એચપીસીએલ પાસે પહોંચ્યા બાદ ત્રણેય કંપનીઓ દક્ષિણ ભારતના રાજ્યોમાં રસોઈ ગેસની જરૂરીયાત પુરી કરશે.