નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત

October 27, 2025

લોજપા (રામવિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આગામી ચૂંટણીઓમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નીતિશ કુમારને ખુલ્લું સમર્થન આપ્યું છે. ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે તેમના બધા ધારાસભ્યો નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવા માટે ટેકો આપશે. 

આ ઉપરાંત ચિરાગ પાસવાને વધુમાં કહ્યું કે, 'વર્ષ 2020માં તેઓ એકલા લડ્યા હતા ત્યારે પણ NDAએ સરકારની રચના કરી હતી, પરંતુ હવે તો NDA પહેલાં કરતાં પણ વધારે મજબૂત છે અને આ પાંચ પક્ષોનું એક 'સ્ટ્રોંગ વિનિંગ કૉમ્બિનેશન' છે.'

આ સાથે જ ચિરાગ પાસવાને મહાગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે મહાગઠબંધનના સીએમ ચહેરા અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પર વકફ બિલને લઈને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.