બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારનું નામ ફાઈનલ, ભાજપના બે નેતા ડેપ્યુટી સીએમ બનશે
November 19, 2025
નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ રીતે તેમના 10મી વખત બિહારના સીએમ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જ્યારે બીજી બાજુ ભાજપની પટણામાં ચાલી રહેલી ધારાસભ્ય દળની બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાન સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ગત સરકારમાં બે ડેપ્યુટી સીએમ રહેલા ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને ફરી વખત ડેપ્યુટી સીએમનું પદ આપવા મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય ભાજપની બેઠકમાં લેવાયો છે. આ સાથે હવે નીતિશ કુમાર ફરી એકવાર બિહારના સીએમ બનશે તે નક્કી થઇ ગયું છે. તે આવતીકાલે 10મી વખત બિહારના સીએમ તરીકે શપથ લેશે.
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામને ડેપ્યુટી સીએમ તરીકે ફાઈનલ કરી દેવામાં આવ્યા છે.
માહિતી અનુસાર એવી ચર્ચા છે કે બિહારના સીએમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ આવતીકાલે હાજરી આપી શકે છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું નક્કી મનાઈ રહ્યું છે. આવતીકાલે 11:30 વાગ્યે શપથ સમારોહ યોજાશે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026