આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય, સગીરોને તાત્કાલિક છોડવા સુપ્રીમ કોર્ટનો આદેશ
July 28, 2026
કોકરોચ જનતા પાર્ટી દ્વારા પેપર લીક મામલે શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો આદેશ આપ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યા કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અન્ય રાજ્યોમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને લઈને મોટો ચુકાદો આપ્યો છે.
અદાલતે તમામ રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરવા પર સ્ટે આપ્યો છે. આ સાથે જ જેલમાં બંધ તમામ સગીરોને તુરંત જ મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેમનો અગાઉથી કોઈ ગુનાહિત ભૂતકાળ છે, તેમને આ સ્ટેનો લાભ મળશે નહીં.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓના આંદોલનમાં ગુનાહિત તત્વો ઘૂસી ગયા હતા, જેમના પર અગાઉથી NDPS કે દુષ્કર્મ જેવા ગંભીર આરોપો હતા. આવા લોકોએ જ પોલીસ જવાનો પર હુમલો કરીને વાતાવરણ બગાડ્યું હતું.
અરજદારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલોએ કોર્ટ સમક્ષ દિલ્હી અને બિહાર પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસક કામગીરીના પુરાવા મૂક્યા હતા. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પેલેટ ગન, રબર બુલેટ, ઇલેક્ટ્રિક બેટન અને નખ જડેલી લાઠીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે એક સગીર બાળકે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે.
બિહારમાં એક પોલીસકર્મી આંદોલનકારીઓ સામે AK-47 રાઇફલ બતાવતો પણ કેમેરામાં કેદ થયો હતો. આ સિવાય મહારાષ્ટ્રમાં એક પોલીસ અધિકારી વિદ્યાર્થીઓને નકલી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો જોવા મળ્યો હતો.
વકીલ પ્રશાંત ભૂષણે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે જંતર-મંતર પ્રદર્શનના એક વોલન્ટિયર જુનૈદ મલિકને આંખે પાટા બાંધીને મસુરી સુધી લઈ જવામાં આવ્યો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે તમામ રાજ્યોની પોલીસને આદેશ આપ્યો છે કે પ્રદર્શન સંબંધિત તમામ CCTV ફૂટેજ, ડ્રોન રિકોર્ડિંગ, વાયરલેસ મેસેજ અને તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવામાં આવે.
પોલીસ દ્વારા ફેસિયલ-રેકગ્નિશન ટેકનોલોજીથી લેવાયેલો પ્રદર્શનકારીઓનો બાયોમેટ્રિક કે વ્યક્તિગત ડેટા જાહેર જનતા સમક્ષ મૂકવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
Related Articles
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, A...
Oct 21, 2026
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખ...
Oct 21, 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા પર અનોખું પ્રદર્શન, પત્ની પીડિત પુરુષોએ શૂર્પણખાનું દહન કરી પુરુષ આયોગ માગ્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા...
Oct 21, 2026
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, કોટરી નહેરમાં હોડી પલટતા ચાર લોકો તણાયા, ત્રણને બચાવાયા
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્...
Oct 21, 2026
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની ઝાટકણી કાઢી, શિંદે-ભાજપ-મોદી-શાહ પર આકરા પ્રહારો
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ...
Oct 21, 2026
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પે...
Oct 20, 2026
Trending NEWS
20 October, 2026
20 October, 2026
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026