NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળતા UGC-NETની અંગ્રેજી, કોમર્સ, સમાજશાસ્ત્રની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે
August 17, 2026
અંગ્રેજી વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-1માં સવારે 9.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી લેવાશે. કોમર્સ વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-2માં બપોરે 3.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી લેવાશે. સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-1માં સવારે 9.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી લેવાશે. પરીક્ષા કેન્દ્ર, શહેર અને પ્રવેશ કાર્ડ સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઇટ પર અલગથી આપવામાં આવશે.
NTAએ 22 જૂનથી 30 જૂન 2026 દરમિયાન 87 વિષયોમાં UGC NET જૂન 2026ની પરીક્ષા યોજી હતી. આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત અને પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે યોજાઈ હતી. આ દરમિયાન અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રો અંગે અનેક ફરિયાદો મળી હતી.
ફરિયાદોની તપાસ માટે NTA દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પ્રશ્નપત્રોમાં તથ્યલક્ષી, ટાઇપોગ્રાફિકલ અને અનુવાદ સંબંધિત ભૂલો ઓળખી કાઢી હતી. અગ્રણી વિદ્વાનોના નામ ખોટી જોડણીમાં લખાયા હતા, પુસ્તકોના શીર્ષકો ખોટા હતા અને ઘણા પ્રશ્નોના મૂળ શબ્દોમાં ખામીઓ હતી. વ્યાકરણ, લિંગ અને સંખ્યા સંબંધિત ભૂલો અને જૂની પરીક્ષાઓના પ્રશ્નોનું પુનરાવર્તન પણ જોવા મળ્યું હતું, તેથી ખામી સુધારી શકાય તેમ ન હોવાથી ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026