મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ
August 24, 2026
નીટ અને ટેટ જેવી પરીક્ષાઓ બાદ મહારાષ્ટ્રમાં પણ પેપર લીકની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યના પરભણી જિલ્લામાં આવેલી ઇન્દિરા ગાંધી એએનએમ (ANM) નર્સિંગ સ્કૂલમાં પરીક્ષા શરૂ થતાની સાથે જ એક સુપરવાઇઝરે પ્રશ્નપત્રના ફોટા પાડીને તેને વોટ્સએપ પર મોકલી દીધા હતા. આ ગેરરીતિ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી લેડી સુપરવાઇઝર સહિત 4 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જોકે, આ ઘટના છતાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ પરીક્ષા કોઈ પણ વિક્ષેપ વિના ચાલુ રહી હતી.
આ સમગ્ર ઘટના ગત 20 ઓગસ્ટના રોજ જીએનએમ (GNM) પ્રથમ વર્ષની પરીક્ષા દરમિયાન બની હતી. પરીક્ષાખંડમાં ફરજ બજાવી રહેલા સુપરવાઇઝર રાખી ચવ્હાણે પરીક્ષા શરૂ થયાની થોડી જ વારમાં પ્રશ્નપત્ર પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું. ત્યારબાદ તેણે આ ફોટા પોતાની બહેન રાની ચવ્હાણને વોટ્સએપ દ્વારા મોકલી આપ્યા હતા. દરમિયાન, સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વજીત મઠપતિને પેપર લીક થયું હોવાની શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક રાખીનો મોબાઈલ ફોન તપાસતા તેમાંથી પ્રશ્નપત્રના ફોટા મળી આવ્યા હતા.
મોબાઈલમાંથી પુરાવા મળતા જ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે નાનલ પેઠ પોલીસે મહારાષ્ટ્ર પરીક્ષા અધિનિયમની જોગવાઈઓ હેઠળ કુલ 5 લોકો સામે કેસ દાખલ કર્યો છે. જેમાં રાખી ચવ્હાણ, રાની ચવ્હાણ, પ્રતિક્ષા કિરણ ખીલ્લારે, ઈશ્વર બારોઈના અને દિલીપ બોરકરનો સમાવેશ થાય છે. પોલીસે એક્શન લઈને આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે અને તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
તપાસ અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પ્રશ્નપત્રના ફોટા અન્ય કેટલા લોકોને મોકલવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર તે કેટલા અંશે વાયરલ થયા છે. આ ઉપરાંત, પેપર લીક કરવા પાછળ કોઈ નાણાકીય લેવડદેવડ થઈ છે કે કેમ અને કોઈ મોટું રેકેટ સંડોવાયેલું છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. પ્રશ્નપત્ર શેર કરવા પાછળના સંજોગો અને આ કૌભાંડમાં અન્ય કોઈ લોકોની સંડોવણી હતી કે કેમ તે તમામ પાસાઓની પોલીસ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026