ઓમ નમઃ શિવાય સાંભળતા જ મારા રુંવાડા ઊભા થઈ જાય છે : મોદી
July 27, 2025
ગંગાઈકોંડા : તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જન્મજયંતિ નિમિત્તે રવિવારે (27મી જુવાઈ) આયોજિત કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'આ રાજાની પૂજનીય ભૂમિ છે અને આજે જે રીતે ઈલૈયારાજાએ આપણા બધાને શિવની ભક્તિમાં ડૂબાડી દીધા, તે અદ્ભુત વાતાવરણ હતું. હું કાશીનો સાંસદ છું, જ્યારે હું ઓમ નમઃ શિવાય સાંભળું છું, ત્યારે મારા રુંવાડા ઊભા થઈ જાય છે.'
ચોલ સામ્રાજ્ય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઈતિહાસકારો માટે છે કે, ચોલ સામ્રાજ્યનો સમય ભારત માટે સુવર્ણ યુગ હતો. ચોલ સામ્રાજ્યએ ભારતને લોકતંત્રની જનની કહેવાની પરંપરાને પણ આગળ વધારી હતી. ઈતિહાસકારો લોકતંત્રનો નામે બ્રિટનના મેગ્ના કોર્ટા વિશે વાત કરે છે, પરંતુ સદીઓ પહેલા ચોલ સામ્રાજ્યમાં લોકતંત્ર પદ્ધતિ દ્વારા ચૂંટણી યોજાતી હતી. આપણે ઘણાં રાજાઓ વિશે સાંભળીએ છીએ જેઓ અન્ય સ્થળો પર વિજય મેળવ્યા પછી સોનું, ચાંદી અથવા પશુધન લાવ્યા હતા. પરંતુ રાજેન્દ્ર ચોલ ગંગાજળ લાવ્યા હતા.'
ગર્વથી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'વારાણસીના પ્રતિનિધિ અને ગંગાના પુત્ર તરીકે મને ફરી એકવાર આ ઐતિહાસિક ભૂમિ પર ગંગાજળ લાવવાનું સન્માન મળ્યું છે. આ એ જ સ્થાન છે જ્યાં ચોલ સમ્રાટ રાજેન્દ્ર ઉત્તર ભારતમાંથી ગંગાજળ લાવ્યા હતા અને તેને અહીં પોનેરી જળાશયમાં રેડ્યું હતું. તે માત્ર પાણી નહોતું, પરંતુ ઉત્તર અને દક્ષિણના આત્માઓનો સંગમ હતો.' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોલ યુગના ભગવાન બૃહદેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. તે વૈદિક અને શૈવ તિરુમુરાઈ મંત્રોચ્ચાર વચ્ચે પ્રાર્થના કરતા જોવા મળ્યા અને પરંપરાગત રીતે શણગારેલો કળશ સાથે લાવ્યા હતા.
Related Articles
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યા...
Jul 12, 2026
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે તેલંગાણા પહોંચ્યો કેરળનો શખ્સ
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે...
Jul 12, 2026
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
Trending NEWS
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
09 July, 2026