પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું : ઈમરાન ખાનના 4 હજારથી વધુ સમર્થકોની ધરપકડ

November 26, 2024

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં 24 નવેમ્બરે રાજધાની ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ વિરોધને રોકવા માટે સરકારે પોલીસ દળો તૈનાત કર્યા હતા. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન પોલીસે 4 હજારથી વધુ સમર્થકોની ધરપકડ કરી છે.

આ વિરોધ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માગ માટે કરવામાં આવ્યો હતો. PAK પંજાબ પ્રાંતના સુરક્ષા અધિકારી શાહિદ નવાઝે સમર્થકોની ધરપકડની પુષ્ટિ કરી હતી, જેમાં પાંચ સાંસદો પણ સામેલ હતા. આ પ્રદર્શનને રોકવા માટે સરકારે અનેક પગલાં લીધાં. સત્તાવાળાઓએ ઈસ્લામાબાદને શિપિંગ કન્ટેનરથી સીલ કરી દીધું હતું અને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પીટીઆઈના ગઢ સાથે શહેરને જોડતા મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા.