ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
June 03, 2026
ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગરમીમાં રાહત મળી છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે, જેને પગલે હવામાન વિભાગે આજે 3 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વધુ સક્રિય રહેશે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય તેવા જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને હળવાથી મધ્યમ વરસાદ પડશે.
અસહ્ય ગરમીથી લોકોને મોટી મુક્તિ મળી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં સોમવારે તાપમાન 40.8°C હતું, જે મંગળવારે ઘટીને 37°C પર પહોંચ્યું હતું, એટલે કે એક જ દિવસમાં 3.8°C નો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ રાહત ગાંધીનગરમાં જોવા મળી હતી, જ્યાં તાપમાન સામાન્ય કરતા 4.7°C જેટલું નીચે ઉતરીને 36.2°C નોંધાયું હતું.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026