બેઇજિંગ, તિયાનજિન અને હેબેઈમાં ભારે પવનને કારણે ઓરેન્જ એલર્ટ, શાળાઓ, ફેક્ટરીઓ અને ટ્રેન સેવાઓ સ્થગિત

April 12, 2025

ચીને બેઇજિંગ, તિયાનજિન અને હેબેઈમાં ભારે પવનને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શાળાઓ, ફેક્ટરીઓ અને ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શુક્રવારથી રવિવાર સુધી બેઇજિંગ, તિયાનજિન અને હેબેઈમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પાડોશી દેશ મંગોલિયાથી દક્ષિણ-પૂર્વ તરફ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.

બેઇજિંગમાં વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ એક દાયકામાં પહેલી વાર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે મોંગોલિયાથી આવતા ભારે પવન અસામાન્ય નથી. આ પવનો આ પ્રદેશમાં વર્ષોમાં જોયેલા કોઈપણ પવન કરતાં વધુ મજબૂત હોવાની અપેક્ષા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સૌથી તીવ્ર પવન ફૂંકાશે ત્યારે બેઇજિંગમાં 24 કલાકની અંદર તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની ધારણા છે.