ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ
March 23, 2026
રાજસ્થાન પોલીસે રવિવારે એક મોટા ઓપરેશનમાં આસામના ચાબુઆ એરફોર્સ સ્ટેશનથી એક સિવિલિયન કર્મચારીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીનું નામ સુમિત કુમાર (36) છે. આરોપી કથિત રીતે ઈન્ડિયન એરફોર્સ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની હેન્ડલરોને પહોંચાડતો હતો. તેની ધરપકડથી દેશમાં ચાલી રહેલા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે.
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઈન્ટેલિજન્સ) પ્રફુલ્લ કુમારે જણાવ્યું કે, જાન્યુઆરી 2026માં જેસલમેરના રહેવાસી ઝાબરા રામની ધરપકડ સાથે આ સમગ્ર જાસૂસી કેસનો ખુલાસો થયો હતો. તેની પૂછપરછ અને તપાસ દરમિયાન અન્ય એક શંકાસ્પદ વ્યક્તિ સુમિત કુમારનું નામ સામે આવ્યું હતું, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સુમિત કુમાર મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના લાહુરપારનો રહેવાસી છે અને બેની માધવનો દીકરો છે. તે હાલમાં આસામના ડિબ્રુગઢમાં ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)ના પદ પર કાર્યરત હતો. તેણે પોતાના પદનો દુરુપયોગ કરીને એરફોર્સ સ્ટેશન સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરી અને તેને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચાડી.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026