ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
August 30, 2026
લુધિયાણા ઃ પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે 40 હજારના ભાડે દુકાન રાખી, મોટા ષડયંત્ર અને સૈન્ય પ્રવૃત્તિઓની જાસૂસીની આશંકા
જાબના લુધિયાણામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 22 વર્ષના એક દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બજારમાં જૂતાની દુકાન ચલાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે દુકાનની આડમાં રહીને શહેરની તમામ હિલચાલ અને પ્રવૃત્તિઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આરોપીએ દુકાનની બહાર લગાવેલા મેડ ઈન ચાઈના સીસીટીવી કેમેરાનું લાઈવ ફીડ પાકિસ્તાની એજન્સીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે છટકું ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તે અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી ધમકીઓ પણ આપતો હતો.
પોલીસને આશંકા છે કે આ જાસૂસી પાછળ પાકિસ્તાની એજન્સીઓનું લુધિયાણામાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર હતું. આ સાથે જ સૈન્ય ગતિવિધિઓ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ આ નેટવર્ક સુધી પહોંચાડવામાં આવી રહી હતી.
કાઉન્ટર ઈન્ટેલિજન્સના AIG સિમરત પાલ સિંહ ઢીંડસાના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના કહેવા પર તેણે લુધિયાણા-ફિરોઝપુર રોડ પર દુકાન ભાડે રાખી હતી. આ દુકાન બઢ્ઢોવાલ એમ્યુનિશન (દારૂગોળા) ડેપોથી આશરે 6 કિલોમીટર દૂર હતી. આ દુકાન માટે તે દર મહિને 40 હજાર રૂપિયા ભાડું ચૂકવતો હતો. આરોપીએ દુકાનની બહાર ચીન નિર્મિત 2 સીસીટીવી કેમેરા એવી રીતે ગોઠવ્યા હતા કે જેથી તેનું મુખ સીધું રસ્તા તરફ રહે. આ કેમેરાનું લાઈવ ફૂટેજ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સીધું જોઈ શકતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને આ કામ માટે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ તરફથી આશરે 3 લાખ રૂપિયા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ફિરોઝપુર રોડ પર ઓલ્ડ ઓક્ટ્રોય પોસ્ટ નજીક દુકાન ભાડે લીધી હતી. જોકે, દુકાન ખોલ્યા બાદ ત્યાં કોઈ ખાસ વેપાર થતો નહોતો. દુકાનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની દિશા અને આરોપીની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે પોલીસને તેના પર વહેમ ગયો હતો.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026