Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

પેલેસ્ટિનિયન રાજદૂતનો અમેરિકી રાષ્ટ્રપતિ પર ગુસ્સો

February 15, 2025

ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને દૂર કરવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના રાજદૂત યુસુફ રમઝાને ટ્રમ્પના પ્રસ્તાવને મજાક ગણાવ્યો. રમઝાન ટ્રમ્પ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, જે નીતિગત દૃષ્ટિકોણથી યોગ્ય નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવ મૂક્યો છે કે અમેરિકા ગાઝા પર કબજો કરે. બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના રાજદૂત યુસુફ રમઝાને આ પ્રસ્તાવને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો છે. બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યુનમાં પ્રકાશિત પોતાના લેખમાં રમઝાને લખ્યું છે: ટ્રમ્પ જે વલણ અપનાવી રહ્યા છે તે શાંતિ લાવવાને બદલે વધુ લોકોને ગુસ્સે કરશે.

ટ્રમ્પને ખબર નથી કે ગાઝાના લોકો શું ઇચ્છે છે?, રમઝાનના મતે, નેતન્યાહૂ ગાઝામાં નિર્દોષ લોકોને ત્રાસ આપીને પોતાની સત્તા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેતન્યાહૂ જાણે છે કે જ્યાં સુધી ગાઝામાં સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ સત્તામાં રહેશે. અમેરિકા તેનું સાથી છે, તેથી ગાઝાના લોકો ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ કરે તેવી શક્યતા ઓછી છે.