Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત

September 28, 2026

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સવારે સિંહસ્થ-2028 માટે રસ્તો પહોળો કરવાની કામગીરી વખતે શાહી મસ્જિદનો એક હિસ્સો હટાવવાની કાર્યવાહી દરમિયાન તણાવ સર્જાયો હતો. મસ્જિદ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પોલીસ-પ્રશાસન સામે નારેબાજી કરવા લાગ્યા હતા. આ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ બગડી હતી. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા.

મળતી માહિતી મુજબ, કંટાલ ચોકથી ગોપાલ મંદિર સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરીમાં શાહી મસ્જિદનો એક ભાગ અડચણરૂપ બની રહ્યો હતો. સોમવારે સવારે નગરપાલિકાની ટીમે આ ભાગ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. અગાઉ રવિવારની રાત્રે પણ મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પાસે એકત્ર થયા હતા અને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

રાત્રે પોલીસ-પ્રશાસન અને મસ્જિદ સમિતિ વચ્ચે ચર્ચા થયા બાદ મુસ્લિમ સમાજના કેટલાક લોકો રસ્તાના કામમાં અડચણરૂપ ભાગને પોતે હટાવવા તૈયાર થયા હતા. જોકે બાદમાં કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો અને મસ્જિદની બહાર ભેગા થઈને હંગામો કર્યો હતો. સોમવારે સ્થિતિ વણસતાં પોલીસે ભીડને વિખેરવા ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

ઘટનાને પગલે શાહી મસ્જિદ આસપાસ મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને સમજાવીને સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પહોળા કરવાની આ કાર્યવાહી સિંહસ્થ-2028ની તૈયારીઓ સાથે જોડાયેલી છે.