'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન
November 22, 2025
દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી
માલેગાંવ- મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો જનસભાઓમાં લાગેલા છે. આ વચ્ચે રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માલેગાંવમાં એક સભા દરમિયાન કહ્યું કે, 'તમારી પાસે મત છે, મારી પાસે પૈસા છે. જો અમારા ઉમેદવાર જીતશે તો હું પૈસાની કમી નહીં થવા દઉં, નહીં જીતે તો હું પણ તમારી મદદ નહીં કરું.' આ નિવેદન માલેગાંવ નગર પંચાયત ચૂંટણીના પ્રચાર દરમિયાન આવ્યું, જ્યાં પવાર NCP ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા. સ્ટેજ પરથી આપેલું આ નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બની ગયો. વિપક્ષે તેને 'ખુલ્લી ધમકી' અને 'સરકારી નાણાંને પોતાની સંપત્તિની જેમ રજૂ કરવા' ગણાવ્યું.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના પૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. દાનવે કહ્યું કે, 'આ એક પ્રકારની ધમકી છે, કારણ કે મત આપવો દરેક નાગરિકનો અધિકાર છે અને વિકાસ નિધિ(નાણાં) આપવા સરકારનું કામ છે. વિકાસ નિધિ જનતાના ટેક્સના પૈસાથી થાય છે, ન કે કોઈ એક નેતાના ઘરેથી આવે છે. આવા નિવેદનને ચૂંટણી પંચે ગંભીરતાથી જોવા જોઈએ.'
દાનવે મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, 'છેલ્લા 10 મહિનામાં 899 ખેડૂતોએ આપઘાત કર્યા છે અને આ સંખ્યા હજુ વધવાની શક્યતા છે. કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું, પરંતુ સરકારની મદદ તેમાંથી વધુ પડતાને નથી પહોંચી. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે લાગુ ન થયું, આ કારણથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.'
Related Articles
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની ન...
Dec 04, 2025
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં...
Dec 04, 2025
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધ...
Dec 04, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ...
Dec 04, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ...
Dec 04, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાન...
Dec 03, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025