PM નરેન્દ્ર મોદીને ઇથોપિયાના ઇથોપિયાનો ગ્રેટ ઓનર નિશાનથી નવાજવામાં આવ્યા, 2016થી 2025માં 28 ઉચ્ચ નાગરિક સન્માન મળ્યા

December 17, 2025

PM નરેન્દ્ર મોદીને ઇથોપિયાના ઇથોપિયાનો ગ્રેટ ઓનર નિશાનથી નવાજવામાં આવ્યા છે. ઇથોપિયાના પ્રધાનમંત્રી અબીય અહમદ અલી દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. PM મોદીએ કહ્યું, "મને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતાઓમાંની એક દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. હું બધા ભારતીયો વતી અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આ સન્માન સ્વીકારું છું. 

આ સન્માન અસંખ્ય ભારતીયોનું છે જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો છે." તેઓ ઇથોપિયાના સર્વોચ્ચ સન્માન મેળવનારા પ્રથમ વિદેશી રાજ્ય વડા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીને અગાઉ પણ અનેક દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનો આપવામાં આવ્યા છે. આ સન્માનોના કારણે ભારતની વૈશ્વિક છબી વધુ મજબૂત બની છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની ભૂમિકા અને પ્રભાવ વધ્યો છે.