કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR
April 06, 2026
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોલકાતાના બેહલા પશ્ચિમ મત વિસ્તારમાં ભાજપના ચૂંટણી કાર્યાલય પર કથિત તોડફોડની ઘટના સામે આવી છે. આ મામલે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવાર રત્ના ચેટર્જી અને તેમના સમર્થકો વિરુદ્ધ પરણાશ્રી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે રત્ના ચેટર્જીની પ્રત્યક્ષ હાજરીમાં જ આ હિંસા આચરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે પરણાશ્રી વિસ્તારમાં સ્થિત તેમના સ્થાનિક ચૂંટણી કાર્યાલય પર ટીએમસીના કાર્યકર્તાઓએ હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટનાનો વીડિયો શેર કરતા પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ટીએમસીના ગુંડાઓ તોડફોડ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર હોવા છતાં મૂકપ્રેક્ષક બની રહી હતી અને હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ હતી.
માલવિયાએ પોતાના નિવેદનમાં વધુમાં ઉમેર્યું કે, કોલકાતા જે એક સમયે ટીએમસીનો ગઢ ગણાતો હતો, ત્યાં હવે તેમની પકડ ઢીલી પડી રહી છે અને આ હતાશામાં જ તેઓ હિંસાનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ, રત્ના ચેટર્જીને બેહલા પશ્ચિમ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યાં આ હિંસક ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026